________________
મારવાડ
[ ૪૭
આ જાહેરને કિલ્લે અથવા “સુવર્ણગિરિ ” અને “જાલોરના સંબંધમાં ઇતિહાસવેત્તા મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ “જૈન” પત્રના
જ્યુબિલી ” અંકમાં ઐતિહાસિક પ્રમાણેથી ભરપૂર એક સુંદર લેખ લખ્યો હતે. આ લેખ ઉપરથી ઇતિહાસ પ્રેમીઓને ઘણું જ જાણવાનું મળે તેમ છે.
જાલેરના કિલ્લા ઉપરાંત જાલેર ગામના જૈનમંદિરે પણ જૂનાં અને દર્શનીય છે. નવ મંદિર છે. મૂર્તિઓ મોટી સંખ્યામાં છે. પરંતુ દુઃખનો વિષય છે કે એકાદ મંદિર સિવાય લગભગ બધાં યે નિસ્તેજ અને ખૂબ આશાતનાવાળા છે. ગંદકી પણ ઘણી. સેંકડો ઘર જૈનેનાં હેવા છતાં, મંદિરની આ દશા? આપસના વૈમનસ્યના કારણે કદાચ મંદિરોની આ દશા રહેતી હશે.
નાકેડા તીર્થ
નાકોડા તીર્થ પણ એક સુંદર સ્થાન છે. આ પણ એક પ્રાચીન તીર્થ છે. ચોર તરફ પહાડો અને તેની વચમાં આવેલું આ તીર્થ “નગર ”ના નામથી ઓળખાય છે. અત્યારે અહીં ગામ–વસ્તી નથી, પરંતુ મંદિરોને જિર્ણોદ્ધાર થવાથી ધર્મશાળા અને બીજા મકાને ઘણું બન્યાં છે. જંગલ હોવા છતાં કુદરતી દક્ષ્ય ઘણું સુંદર છે. તેરમીથી સોળમી શતાબ્દિ સુધીના શિલાલેખો અહિં મળે છે. જેના શિલાલેખો ઉપર શાહી પુરતાં સાવધાનતા નહિ રાખવાના કારણે જાણે નવા શિલાલેખો ન કેતય હાય, એવું બનાવી દીધું છે.
બાલોતરા સ્ટેશનથી ૬ માઈલ દૂર આ તીર્થ થાય છે. ઊંટ અને બેલ ગાડીએ જઈ શકે છે. બાડમેરથી જેસલમેરની યાત્રાએ જનારાઓ બાલોતરા સ્ટેશને ઉતરી આ તીર્થની યાત્રા કરી શકે છે. આ સ્થાનમાં આવવાથી ચિત્ત ખૂબ પ્રસન્ન થાય છે. વધુ રહેવા મન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org