________________
૧૮૪]
મારી સિધયાત્રા
અનેક સંસ્થાઓમાં તેમનું અગ્રસ્થાન છે. અને તેઓ તન-મન-ધનથી પિતાની સેવા અર્પી રહ્યા છે. આજથી દશ વર્ષ ઉપર સં. ૧૯૮૫માં કરાચીના આંગણે “શ્રી કરાચી ગુર્જર સાહિત્ય કળા મહત્સવ’ મહાકવિ નહાનાલાલના પ્રમુખ પણ નીચે ઉજવાયો હતો, એ ભાઈ હીરાલાલ ગણાત્રાના જ મુખ્ય વિચાર અને પ્રયત્નનું પરિણામ હતું, એમ આજે પણ, કઈ પણ કરાચીવાસી ગુજરાતી કહી શકે છે. આવી કરાચીની દરેક પ્રવૃત્તિમાં એમનો અગ્રભાગ હોય જ.
સ્વામી બાલકૃષ્ણદાસજી,
સાત્વિકવૃત્તિવાળા, શાન્ત પ્રકૃતિવાળા અને ઉદારચરિત આ સાધુ પુરુષ કબીરપંથના આચાર્ય છે. હમણાં એમના પ્રયત્નથી કરાચીમાં
કબીરધર્મસ્થાનક' બન્યું છે. અને અનેક ભક્તજનો તેમાં આવીને કબીરસાહેબની વાણી સાંભળવાને લાભ ઉઠાવી રહ્યા છે. સ્વામી બાલકૃષ્ણદાસજી એક સમ્પ્રદાયના આચાર્ય, ધર્મગુરૂ અને તે પણ વિદ્વાન ધર્મગુરૂ હેવા છતાં અભિમાનની ગંધ પણ એમનામાં નથી જણાતી. આજે હિંદુઓના સાધુઓને મેટો ભાગ, ભાંગના લોટા ઉડાવવામાં, ગાંજાની ચલમેનાં દમ ફૂંકવામાં અને એક કવિના કથન પ્રમાણે :
ગામ તર્યું ને ધામ તન્યું,
પણ કામ તન્યાની ના; ઓકેલું આસરડે બેઠા,
જે જે ટીખળ આ સંસારીને એક સલૂણી,
સતેજી રહે હા; મઠધારીનું મંડળ મોટું
જે જે ટીંપળ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org