________________
મૂર્તિપૂજક સઘ
[ ૨૨૯
જરુરનું છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં વ્યાવહારિક જ્ઞાનની સાથે જૈનધમ નું સારૂં જ્ઞાન ધરાવનાર ભાઈ ખુશાલભાઇ વસ્તાદ છે. તે વયેાદ્ધ છે, સારા અનુભવી છે, ઉપરાન્ત જૈન તત્ત્વજ્ઞાનના સારામાં સારા અભ્યાસી છે. આ ર્ધામક સસ્થાઓની દેખરેખનું કામ જો તે હાથમાં લે તે સંસ્થાઓને સારા લાભ થાય, એવુ' મારું માનવુ છે.
ધાર્મિક મનાવૃત્તિ
અત્યારના જડવાદના જમાનામાં પણ જૈનધર્માંના અનુયાયિઓમાં ધા`િક ભાવના હજુ પણ જોવાય છે. અને તેમાં યે શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંધમાં ધાર્મિક કાર્યો નિમિત્તે ખર્ચ કરવાનું ક્ષેત્ર ધણું વિશાળ હોવા છતાં, તેને ઉત્સાહથી પહોંચી વળે છે. ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ, આદિ દેશ, કે જ્યાં સાધુએ અને સાધ્વીએ વિચરતાં જ રહે છે, ત્યાં વખતે વખત વરઘેાડા, ઉજમણાં, ઉપધાન, અઠ્ઠાઇ મહોત્સવ, શાન્તિસ્તાત્ર, પહાડાની રચના, સંધા, સ્વામીવાત્સલ્યે અને પ્રતિષ્ઠાએ વિગેરે કાર્યાં થતાંજ રહે છે. આ સિવાય ઉપરના દેશમાં લગભગ પ્રત્યેક ગામમાં ન્હાની મ્હોટી ક્રિયાએ નિયમિત પ્રતિવર્ષને માટે બધાએલી હોય છે. અમુક ગૃહસ્થ તરફથી એળી થાય, અમુક ગૃહસ્થ તરફથી અમુક સમયે સ્વામીવાત્સલ્ય થાય, અમુક ગૃહસ્થ તરફથી અટ્ટમનાં કે અઠ્ઠાઇનાં પારણાં થાય. પ્રતિવ કલ્પસૂત્રને કે ચૈત્યપરિપાટીનેા વરધાડા તા નિકળવાજ જોઇએ. અને દેરાસરની વર્ષગાંઠના દિવસે પૂજા, રાશની, સ્વામીવાત્સલ્ય એવું તે થવું જ જોઇએ. આમ આખા વર્ષની અમુક અમુક સમયની ધાર્મિક ક્રિયાએ કાઈ કાઈ વ્યક્તિ તરફથી અથવા સંધ તરફથી બધાએલીજ હોય છે; એટલુ’જ નહિ પરન્તુ, ઘણી ક્રિયાઓના ખર્ચ નિમિત્તે અમુક અમુક ગૃહસ્થા તરફથી રકમ મૂકાએલીજ હોય છે, એટલે તેના વ્યાજમાંથી તે તે દિવસે તે તે ધાર્મિક કાર્યો થયાજ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org