________________
૨૪૮ ]
મારી સિધયાત્રા
જ્યાં સેકડે। વર્ષોંથી સાધુના વિહાર બધ હતા, તે ખુલ્લે થાય, સિંધના માંસાહારી લેાકેાને બની શકે તેટલે અશે માંસાહારના ત્યાગ કરાવાય; જેન ધર્મના સિદ્ધાન્તાથી ને જૈનધમ ના આચારવિચારાથી સથા અભિજ્ઞ એવી પ્રજામાં જૈનધમના સિદ્ધાન્તા, ઉચ્ચ આચાર અને ઉદાર ભાવનાથી લેકાને પરિચિત કરાવાય, તેમજ પરધર્માં અસહિષ્ણુતાના કારણે એક ખીજાથી વિખૂટા પડેલા-દૂર દૂર થતા ગએલા લેાકા એકબીજાને ઉદાર ભાવથી જોઇ સ્યાદ્બાદ ’ની વિશાળ છાયા નીચે એકબીજાની નજીક આવતા કરાવાય, આ અમારા ઉદ્દેશ હતા. આ ઉદ્દેશા ખુલ્લુ' ખુલ્લા પ્રવૃત્તિમાના સૂચક છે, એ તે દેખીતું છે.
"
ઉપરનાં કાર્યોં દ્વારા સેવા કરવાને માટે અમારા સિધમાં આવવામાં કરાચીના ધ. મૂર્તિપૂજક સંધ નિમિત્તભૂત થયા, એ માટે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.
સાધના
પ્રવૃત્તિમાર્ગના કાઇપણ કાર્ય માં ડે ઘણે અંશે પણ સાધનેાની આવશ્યકતા રહેવાની. સાધનામાં મુખ્ય સાધન ધન અને જન છે. ધનની આવશ્યકતાની જવાબદારી ગૃહસ્થા ઉપર રહેલી છે, જ્યારે અમારા જેવા સાધુઓની પ્રવૃત્તિને વેગ આપનારા-પ્રવૃત્તિમાં સહકાર આપનારામદદગાર થનારા સાધુઓની પણ જરુર તેા ખરીજ. આ વિચાર કરાચી આવવાના વિચારની સાથેજ ઉત્પન્ન થએલા અને તેટલાજ માટે ઉદયપુરમાં કરાચી સંધના ડેપ્યુટેશનને કહેવામાં આવેલું કે ' જો મારા વિદ્વાન માનનીય ગુરુભાઈ શ્રી જયન્તવિજયજી મહારાજ કરાચી આવવાનું કબૂલ રાખે, તે જ હું કરાચી આવી શકું, 'ગુરુદેવની કૃપાથી તેમણે અને ખીજા મુનિરાજોએ સાથે આવવાની ઉદારતા બતાવી, અને અમે સિધમાં–કરાચી આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org