________________
૩૯૪ ]
મારી સિંધિયાત્રા
નથી.' કઈ પાણું વધારે પીવાનું કહે તે કઈ પાણી પીવાથી વાયુ વધવાનું કહે. શુકન અને મુદ્દતમાં ખૂબ ખૂબ માનનારા મહાનુભાવો વાત વાતમાં મુહૂર્તને જ ખ્યાલ કરે. પાટ આઘી પાછી કરવી હોય તે યે મુહૂર્ત, પાટથી નીચે પહેલા વહેલાં પગ મૂક હોય તો યે મુહૂર્ત, કંઈક નવી દવા શરુ કરવી હોય તે યે મુહૂર્ત ને કપડાં બદલવાં હોય તો યે મુહૂર્ત.
આમ અનેક પ્રકારના વિચારોની આંધીઓ આ બિમાર શરીરની આજુબાજુમાં ફરી વળતી. આ બધા વિચિત્ર સંયોગથી ઘણીવાર આનંદ આવતો. કઈ કઈવાર કંટાળો પણ આવતા. છતાં હું એટલું તો સમજ કે “જે કે, જે કંઇ કહે છે, તે ભક્તિથી, પ્રેમથી–મને જલ્દી સારે થએલો જેવાને જ કહે છે. એ તો મનુષ્ય સ્વભાવ છે. એમણે કહેવું જોઈએ
અને મારે સાંભળવું જોઈએ. હું સમજું છું કે લગભગ બધા યે બિમારની આગળ આ દશા ઉભી થતી હશે. થોડે ઘણે અંશે પણ.
આમ જીવનનૌકા ભરદરીએ ડામાડોલ થયા કરતી. કેઈ કોઈ વખતે કિનારે પહોંચવા આવી જતી અને વળી પાછો એ એક જુવાળ આવી જો કે કિનારે આવેલી નૌકા ખૂબ દૂર નિકળી જતી.
આભાર
- આ પ્રસંગમાં મારે બીજું શું કહેવાનું હોય? સિવાય કે, જેમણે જેમણે મારી આ જીવનનૌકાને બચાવી લેવામાં સહાયતા કરી છે, નિમિત્તભૂત થયા છે, તેઓને આભાર માનવો. પણ એ કાર્ય જેટલું જરુરનું છે, તેટલું જ કઠણ પણ છે. આંખ ઉઘાડીને જોઉં છું તો મારા માટે આ કાર્ય ઘણું જ મુશ્કેલીભર્યું દેખાય છે. કેટલા બધા મહાનુભાવોએ મારે માટે કેટલાં કેટલાં કષ્ટ ઉઠાવ્યાં છે, એ શું ખેંધી શકાય છે? એની ગણત્રી થઈ શકે છે? અને ગણત્રી કરવા જતાં ઘણું ભૂલી પણ જવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org