________________
કરાચીની કદરદાની
[૪૩૧
ભાવનાનો પ્રકાશ ફેલાવ્યો છે. આપનો સર્વ ધર્મ સમભાવ પણ ઉલ્લેખનીય છે. આપશ્રીએ અન્ય ધર્મ સંસ્થાઓમાં પણ યથાયોગ્ય જૈન જીવનની ઉદારતાનો પરીચય કરાવી આધ્યાત્મિક પ્રસાદી ચખાડીને જન ધર્મનો ઉદ્યોત કર્યો છે એ નિર્વિવાદ છે. વળી અન્ય દર્શનકાર ઉપર આપે જે ઉજવળ છાપ પાડી છે તે ખરેખર પ્રશંસનીય છે.
આ પ્રસંગે અમો એક દુઃખદ ઘટનાની નેંધ લીધા વગર નથી રહી શકતા કે જ્યારે આપશ્રી, શાતમુર્તી મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી આદી મુનિરાજે સાથે સિંધની ભૂમિને આપના પુનિત પગલે પાવન કરતા હતા તે સમયે આપને શિષ્યરત્ન મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજના સ્વર્ગવાસથી આપને વિદ્વાન સાથીની મહાન બેટ પડેલ છે.
અમોએ આપ જેવા વિદ્વાન સંતના સમાગમની અભિલાષા ઘણું વખતથી સેવી હતી તે તૃપ્ત થઇ છે અને આ જીવન પંથમાં મૂક્તિ માર્ગના પંથની કંઈક ઝાંખી કરવાને અમે ભાગ્યશાળી બન્યા છીએ. અને તેને માટે અમે આપના છીએ.
અમારી આપ પ્રત્યેની ફરજોમાં કયાંય મન, વચન અને કાયાથી ઉણપ પ્રવેશી હોય તે આપ ઉદારભાવે ક્ષન્તવ્ય કરશે એવી નમ્ર ભાવના અમે આપની સમક્ષ પ્રદર્શિત કરીએ છીએ.
આપને કચ્છ તરફને વિહાર સુખદાયી નિવડે! આપના પવિત્ર કરકમળમાં આ વિનિત ઉદ્દગારોની શ્રેણીઓ સાદર સમર્પ અમે આનંદીત થઈએ છીએ.
અંતમાં શાસનદેવ પ્રત્યે હાર્દીક પ્રાર્થના છે કે આપના સેવા વૃત્તિના જ્વલંત આદર્શોને ઉત્તરોત્તર વિશેષ ઉજવળ કરે અને શાસનના ઉન્નતિ કાર્ય કરવાને દીઘાયુષ્ય બક્ષે ! અસ્તુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org