________________
૪૩૬ ]
મારી સિંઘયાત્રા -
સ્થાનના નામથી લાગા કાઢવામાં આવતા. શ્રીનાથદ્વારાના ભેટીયા અને વલ્લભાચાર્ય સંપ્રદાયના ભેટીયા લાગા ઉઘરાવવા આવતા. , તે પછીના વર્ષો એટલે સં. ૧૮૮૦ અને તે પછીના ચોપડામાં દર પાંચ-સાત વર્ષે ભાટિયા જ્ઞાતિમાં છુટાછવાયાં લગ્ન તેમજ મરણના પ્રસંગમાં એ મહાજનો તરફથી લાગા લેવામાં આવ્યાની નોંધ છે. .
– પ્રકરણ ૧૫ માં સિંધી હિંદુઓના વર્ણનમાં આ કોમના લેતી. દેતીના રિવાજ સંબંધી લખવામાં આવ્યું છે. તેના પૃષ્ઠ ૧૫૭ માં આ રિવાજને દૂર કરવા માટે સિંધધારાસભામાં બીલ આવ્યાનું જણાવવામાં આવ્યું છે. ખુશી થવા જેવું છે કે તે બીલ પાસ થયાનું જાણવામાં આવ્યું છે.
–આજ પ્રકરણના ૧૩૧ ના પૃદમાં “એમ મંડળી નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિંધી હિંદુઓની ચળવળના પરિણામે સિંધ ગવરમેન્ટે આ “ઓમ મંડળી ને ગેરકાયદેસર ઠરાવી છે. A –પ્રકરણ ૨ જિન દૃષ્ટિએ જનું સિન્ધમાં પૃષ્ઠ ૧૮માં વિ. સં. ૧૨૮૦ માં જિનચંદ્રસૂરિએ ઉચ્ચનગરમાં કેટલાક સ્ત્રીપુરુષોને દીક્ષા આપ્યાનું લખ્યું છે ત્યાં ૧૨૧૮ જોઈએ.
પૃષ્ઠ ૧૪ માં જિનમાણિજ્યસૂરિને જિનકુશલસૂરિના શિષ્ય બતાવ્યા છે, પરંતુ તે ગુરુશિષ્ય નહિ હતા. માણિજ્યસૂરિ જિનચંદસૂરિના ગુરુ હતા. તેઓ ૧૬૧૧ માં સ્વર્ગવાસી થયા છે.
*
'*3,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org