________________
કરાચીની કદરદાની
[ ૪૦૧
હતો. (જો કે બીમારીના કારણે ડોકટર તરફથી એક માઇલ પણ ચાલવાની મના હતી.) કરાચીના પ્રસિદ્ધ નાગરિકે ભાઈ જમશેદ મહેતા, સ્વામી બાલકૃષ્ણદાસજી, ભાઈ હીરાલાલ ગણાત્રા, ડે. ત્રિપાઠી અને શ્રી મણિલાલ મહેતાના આમંત્રણથી તા. ૨૯મી જાન્યુઆરી ૧૯૩૯ના દિવસે સાંજના ૪ વાગે ગુજરાત નગરમાં શિવમંદિર પાસેના મેદાનમાં પારસીઓના પ્રસિદ્ધ ધર્મગુરુ શમ્મુ-ઉ-ઉલેમા, દસ્તુર ડો. ધોલા, એમ. એ, પી. એચ. ડી., લિ. ડી., ના પ્રમુખ પણ નીચે કરાંચીને શહેરીઓની એક સભા મળી હતી. તમામ કામ અને તમામ ધર્મના નેતાઓની આ સભા મારા પ્રત્યેના એમના દિલની સાચી ભક્તિના પુરાવારૂપ હતી. અને તેમાંયે ડે. ત્રિપાઠી, ભાઈ હીરાલાલ ગણાત્રા, ભાઈ જમશેદ મહેતા, શ્રી દુર્ગાદાસ એડવાની, સ્વામી બાલકૃષ્ણદાસજી, આર્યસમાજના પ્રસિદ્ધ વિદ્વાન પં. લેકનાથ, સિંધી આગેવાન ગૃહસ્થ શેઠ કામલજી ચેલારામજી અને આખરે પ્રમુખ છે. ઘાલા વિગેરે મહાનુભાવોએ તે વખતે ઉચ્ચારેલા હાર્દિક શબ્દો મારા દિલને હચમચાવી રહ્યા હતા. તેઓ પોતાની સજનતા અને ઉદારતાનો જો કે પરિચય કરાવતા હતા, પરંતુ મારું હૃદય અને નેત્રે ઉંડાં ઘસતા હતાં. કરાચીની સમસ્ત જનતાની મારા પ્રત્યેની આટલી બધી ભકિત એ શું મારી યોગ્યતાને આભારી હતી ? ના, ખરેખર તેમના વર્ણન કરાતા શબ્દોને માટે હું કેટલો અયોગ્ય છું, એનું ભાન તે વખતે મને થતું હતું. “ભકિતની અતિરેકતામાં બોલાતા શબ્દો એક સેવકને માટે તેના સાચા કર્તવ્યનું સૂચન બને છે. એ જ દશા મારી હતી.
આ વખતે એક ચંદનની પેટીમાં કરાચીના લગભગ તમામ નાગરિકોના હસ્તાક્ષયુક્ત જે “માનપત્ર આપવામાં આવ્યું તે આ છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org