________________
પરિશિષ્ટ ૧ કરાચી છેડતાં “ અમન ચમન”ના અધિપતિએ
- લીધેલી નેંધ. 'તીર્થ ફલિત કાલેન સંઘ સાધુ સમાગમ તીર્થ સમય આવે ફળ આપે છે પણ સાધુઓ-મહાત્મા તકાળ ફળ આપે છે.
તીર્થ અને મહાપુરૂષ બન્નેને સરખાવતાં તીર્થ કરતાં મહાપુરૂષના સત્સંગને વધારે મહત્વ અપાયેલું છે. વાસ્તવમાં એ ખરું છે. અઢી વરસ પહેલાં કરાચીમાં જૈન ધર્મના વિદ્વાન સાધુ મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી પધારેલા તેઓ હિંદ આખામાં મશહૂર છે. જન, જનેતર તેમજ રાજા મહારાજાઓમાં તેઓની વિદ્વતા માટે ઘણો ઉંચે મત છે. તેઓશ્રીએ કરાચી પધારી ધીમે ધીમે એવી પ્રવૃત્તિ આદરી કે જેનો તો શું પણ હિન્દુ, પારસી, અને કંઇક અંશે મુસલમાનો પણ તેમના કાર્યને રસથી જોવા લાગ્યા. જન દેરાસરજીનો વ્યાખ્યાન હેલ ઈચે ઈચ માનવ સમુદાયથી ઉભરાયેલો રહેતો અને વ્યાખ્યાન પુરૂં થયા પછી સહુ આનંદીત બની ઘેર જતા.
- ઉપદેશામૃતનું પાન કરાવ્યા પછી બીજી પ્રવૃતિઓ પરત્વે મહારાજ ધ્યાન આપી જે તે સ્થાને હાજર રહેતા. બાળકે તેમને બહુ પ્રિય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org