________________
પરિશિષ્ટ ૪ એક ભક્તની ભાવનાની ભવિતવ્યતા
રજુ કરે છે– શ્રી. એદલ નસરવાનજી ખરાસ.
મહારાજશ્રીના પરમભક્ત શ્રી. એદલ ખરાસે ગદગદીત કઠે એક સુંદર અને ભક્તિ રસથી તરબોળ પોતાનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું જે નીચે મુજબ છે –
“પુજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી, માનવંત પ્રમુખ સાહેબ, બહેને અને ભાઈઓ.
પુજ્ય મુનિ મહારાજનો અને મારો સંબંધ કેવી રીતે થયો તે તે તેમણે એમના “મારી સિંધ યાત્રા”ના પુસ્તકમાં કંઇક ઇશારે કર્યો છે જે તમારામાંથી ઘણુઓએ વાંચે હશે. મારો અને એમને સંબંધ હંમેશાં મૌન રહેવો જોઈએ અને રહેશે એમ માનું છું. એટલે અહીં વધારે બોલી તમારો વખત નહી રોકું.
-
પુજ્ય મુનિ મહારાજે વખતો વખત અનેક સ્થળે બોલી તેમજ એમના મારી સિંધ યાત્રા ના પુસ્તકમાં મારા વખાણ ગાઈ, એવું સુંદર પુસ્તક મને અર્પણ કરી, મારાપર ખરેખર ઉપકાર કર્યો છે. પુજ્ય મુનિ મહારાજના શબ્દોમાં કહું તો એ ઉપકાર મારે માટે કષ્ટ સમાન છે, કારણ કષ્ટ સહન કરવામાં માણસને શક્તિ જોઈએ અને તેથી જ કહી છું કે મુનિરાજ તરફથી જે માન મને મળ્યું છે તે જીરવવાની મારામાં શક્તિ છે કે નહી, હું એવા માનને લાયક છું કે નહીં. એને હંમેશા વિચાર કરું છું ત્યારે મારી આંખ ભરાઈ આવે છે.
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org