________________
પરિશિષ્ટ ૪
[૪૨૧
ઈશ્વર મને એવું માન જીવવાની શક્તિ આપે, અને એમાં ઉચ્ચારેલા શબ્દો જેવા ગુણે મારામાં ઉત્પન્ન થાય એવી હું પ્રભુ પાસે હંમેશાં પ્રાર્થના કરું છું.
મહારાજશ્રીએ એક સમયે કહ્યું હતું કે “મારાં પુસ્તકે ખાસ કાઈને અર્પણ કરતો નથી. જે ચાહું તો રાજા મહારાજાઓને તેમજ મોટા મોટા બીજા અનેક વિદ્વાનો અને ગૃહસ્થો સાથેનો મારે એટલો બહાળે સંબંધ છે કે હું તેમને અર્પણ કરી શકું છું પણ મી. ખરાસની બિનસ્વાર્થ સેવા ઉપર હું મુગ્ધ બની મેં આ મારું પુષ્પ એમને અર્પણ કર્યું છે. વધુ શું બેલું ? મી. ખરામ મારી સામે બેઠા છે એટલે મારે વધારે કહેવું ન જોઈએ.'
જેમ મારી હાજરીમાં મુનિરાજ હિંમતથી આટલું કહી શકે તે હું પણ ભવિષ્યનો સાધુ છું એવી મને હંમેશાં ઇચ્છા થયા કરે છે, તો પછી મને પણ હિંમતથી મુનિ મહારાજની સમક્ષ કહી દેવા દે કે મુનિરાજ, મારી કીધેલી “ સેવા તારું બીજું નામ બંદગી ” યાને સેવા કરવી એ તો સર્વ મનુષ્યનું કર્તવ્ય છે. તેમના ધર્મ છે, તો પછી એમાં વિશેષ શું કીધું તે તો હું સમજી શકતો નથી. પણ મુનિ મહારાજે જાણવું જોઈએ કે તમે મારી સેવા ઉપર મુગ્ધ થયા તે પહેલાંનો હું તમારા મન ઉપર તમારી વાણી ઉપર અને તમારા ચરિત્ર ઉપર મુગ્ધ થયો છું. યાને તમારી મનશની, તમારી ગવશની, અને તમારી જ કુનશની ઉપર હું દીવાનો થયો હતો અને હંમેશાં દીવાનો જ રહીશ.
અંતમાં મારે એક વાતનો ઈશ્વરને હાજર જાણું ખુલાસો કરવા ઈચ્છા છે જે આપ ભાઈ બહેનો આ તકે મને થોડાક સમય આપી મારું દિલ ખુલ્લું કરવાની રજા આપશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org