________________
પરિશિષ્ટ ૬
સર્વતે ભદ્ર સખ્ત,
-: લેખક :ડો. પુરૂષોતમ ૨. ત્રિપાઠી. એમ. ડી. (હોમ)
એફ. સી. એચ. એમ. વી. ( કલકત્તા)
ડો. ત્રિપાઠીએ તાજેતરમાં “અલ્હીદા ” નામનું પુસ્તક બહાર પાડયું છે અને તે પુસ્તક તેમણે મહારાજ શ્રી વિદ્યાવિજયજીને અનન્ય ભક્તિભાવે પ્રેરાઈ અર્પણ કર્યું છે. તેઓ નવમતવાદી તેમજ આગેવાન રાષ્ટ્રીય નેતા છે.
હિન્દુસ્થાનમાં કુલ સાધુ ફકીરોની સંખ્યા પર,૦૦,૦૦૦ લાખ જેટલી કહેવાય છે. આની પ્રતિતિ કુંભના મેળામાં થાય છે અને તેને વખતે આવા સાધુઓની રીતભાત જેમાં પ્રેક્ષક યાત્રાળુઓને આખી ય સાધુની સંસ્થા પ્રત્યે એક જાતની ધૃણા ઉપજે છે. સાધુઓએ આપણા ગૃહસ્થની દુનિયાનો તે દેખીતી રીતે ત્યાગ કર્યો હોય છે. તેઓ પરમાત્માની શોધમાં હોવાનો દાવો કરે છે. પરંતુ વસ્તુતાએ તેઓએ એક સંસાર છોડી બીજે સંસાર શરૂ કરેલો હોય છે. એક માયાને છોડવા જતાં તેથી પણ બળવત્તર માયાના ગુલામ બની ગએલા જણાય છે. જીવનનું ધ્યેય પિતેજ ન સમજે તો દુનિયાનાં સંસારીઓને તે શું બતાવી શકે ! દુનિયામાં પોતાના જીવનનું ધ્યેય સમજવા ફાંફાં મારતો સંસારી આવા સાધુઓ પાસેથી ઘણુંજ એાછું મેળવી શકે છે.
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના સંસર્ગમાં આવ્યા પછી તેમના સત્સંગની પ્રસાદી લીધા પછી, તેમની વાણીનું અમૃત ચાખ્યા પછી, અને તેમના ઉપદેશે જીવનમાં ઉતારી શકાય તેવા શક્ય હેવાથી–જીવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org