________________
૪ર૭]
મારી સિંધયાત્રા
માટે ખરેખરી મુબારકબાદી તેમનેજ ઘટે છે. મુનીશ્રીના આરોગ્ય માટે તેમજ સફળ સફર માટે ખુદાતાલાને બંદગી કરું છું અને ઈચ્છું છું કે તેઓશ્રી બીજા દેશમાં વિહાર કરી બે પાંચ વરસે અહીંયા પધારે. આમીન.
–મહેરનેસ હોરમસજી લોયર મુનિરાજ વિદ્યાવિજયજી એટલે ધર્મની આઝાદ મૂર્તિ, જીવંત સાધુ સંસ્થા, સર્વ ભદ્ર કર્તવ્યનિષ્ઠ કર્મયોગી, ગરીબોની સેવાનો ઝંડાધારી, લોકહિતની સર્વ શુભ પ્રવૃત્તિનો આશક.
-જમીયતરામ આચાર્ય તેઓશ્રીની દ્રષ્ટિમાં આખું જગત એકજ ઘર છે અને તેઓશ્રીનો કેઈ પણ સ્થળે નિવાસ એ આ ઘરના કુટુમ્બીઓને અર્થેજ છે એવું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમના પ્રસ્થાનથી આપણને કંઈ દિલાસ મળે છે. તેઓશ્રીને પરમ કૃપાળુ ઈશ્વર હજુ પણ લાંબુ આયુષ્ય આપે જેથી તેઓશ્રીના જીવનનો સંદેશ સારાય વિશ્વમાં અણુએ અણુમાં પહોંચે એવી શુદ્ધ મનોભાવના સાથે વિરમવું પડે છે.
–જી. જે. અંજારીઆ
પ્રિન્સીપાલ કારીઆ હાઇસ્કુલ. સાધુ મહારાજે ઘણું જોયા પણ ઐશ્વર્યયુકત પ્રતાપવંત વ્યકિત મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજી જેવી મેં નથી જોઈ. દિવ્ય પ્રકાશ ફેંકતું તેમનું જ્ઞાન હદયના ઊંડાણમાંથી આવે છે. મહારાજશ્રીની માનવ જાતી પ્રત્યેના તેમજ તમામ જીવો પ્રતિ દયાની લાગણના પ્રેમની તેમના દર્શકે ઉપર ગાડી છાપ પડે છે.
-ઈન્દુલાલ ઠાકર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org