________________
કર૨]
મારી સિંધયાત્રા
હું જ્યારે નાસીક અને મુંબઈ ગયો ત્યારે મને અને મુનિરાજને પત્ર દ્વારા વિચારોની આપલે થઈ હતી. જેમાં મુનિરાજને પુછયું હતું કે મારા ગુરુ સ્વર્ગવાસી થયા છે, તો પછી આ જીંદગીમાં એક ગુરુના સ્વર્ગવાસ પછી માણસ બીજે ગુરુ કરી શકે કે ? ત્યારે પુજ્ય મુનિ મહારાજે મને એ વિષય બહુ જ લંબાણથી સમજાવ્યો હતો. જે કહેવાને માટે અહીં સમય પણ નથી, તેમજ હું જરૂર પણ જોતો નથી. પણ એમના એ વિચારે ઉપર મેં છ મહિના બરાબર વિચાર કીધો ત્યારે મારા આત્મા પાસે હું એટલે જ જવાબ મેળવી શકો કે “હા” સ્વર્ગવાસી થએલા ગુરુ મારી સામે જ છે અને તેમની પ્રેરણાથી હું બીજા ગુરુ આ જીંદગીના સાચા સાથી તરીકે કરી શકું છું.
જ્યારે આવો જવાબ મારા આત્મા તરફથી મને મળ્યો ત્યારે મેં મારા આત્માને એક બીજે સવાલ કીધું કે મુનિ મહારાજનો ભક્ત યા ચેલો બનવાને લાયક છું કે? મારી પાસે તેવા કિંમતી ગુણે છે કે? એમની દરેક આજ્ઞાનું હું બરાબર રીતે પાલન કરી શકીશ કે? અને જ્યારે ખરેખર મને એમ લાગ્યું કે મારામાં લાયકાત ન હોય છતાં મારે તે લાયકાત માટે એમની સાથે રહી કોશીષ કરવી જરૂરી છે અને જ્યારે મારા આત્માને એમ લાગે છે કે મારે એમને ગુરુ તરીકે સ્વીકારવા તે હું આજે તમે સભાઈબહેન સમક્ષ જે પુજ્ય મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજીને કંઇ વાંધો ન હોય તો તેમને મારા ગુરુ તરીકે સ્વીકારી, હું એમના ચરણમાં પડું છું.
ઉપર મુજબ નિવેદન કરીને તેઓશ્રી મુનિરાજની સામે ઢળી પડયા હતા. શ્રી. એદલ ખરાસે અત્યાર સુધી મુનિરાજની પૂર્ણ ભક્તિ ભાવથી જે જે સેવા કરી છે તેની સમાન ભાગ્યે જ કોઈ મુનિરાજની અઢી વરસની સ્થિરતા દરમ્યાન સેવા કરવા પ્રેરાયેલ હશે. શ્રોતાઓ તેમની ઉચ્ચ સેવાઓના મુક્ત કંઠે વખાણ કરતા સંભળાતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org