________________
પરિશિષ્ટ ૩
[૪૨૯
-
-
સાચા ગુરૂના સાચા પણ સવાયા શિષ્ય તરીકેનું અભિમાન એ સ્વાભાવિક લઈ શકે તેવું ઉચ્ચ અને આદરણીય એઓશ્રીનું જીવન અને રહેણું કરણું છે. જેમાં સંગમાં રહેવા છતાં એના સંગદોષથી એ મુક્ત રહ્યા છે. એક્યતા અને ઉત્કર્ષતા માટે એક પણ પ્રસંગ એણે જવા નથી દીધેઃ જૈનેતરોમાં પણ જ્યાં જ્યાં શુભ દીઠું છે ત્યાં ત્યાં એઓશ્રીએ પિતાના આશીર્વાદ આપી મૂક્તકંઠે પ્રશંસા કરી સામાના ઉત્સાહ અને સેવાકાર્યની ધગશને વધારી છે. એઓશ્રીએ કેટલાઓના જીવનમાં ખરું જીવન રેડ્યું છે અને કરાચીની જાહેર પ્રવૃતિમાં જોશ અને જેમ આપ્યાં છે.
તેઓશ્રીને વફતૃત્વકલા વરી છે, સિદ્ધહસ્ત લેખક અને માર્મિક વિવેચક હોવા છતાં વહેવારિકતા એઓશ્રીનો મુદ્રાલેખ છે. આળસને તે સર્ષની કાચળીની માફક ઉતારી નાખેલ છે. જાણે જીવન થોડું અને કરવાનું હજુ ઘણું બાકી છે એમ સમજી કંઈક કરી નાખુ કંઈક કરી નાખુ આમ તાલાવેલી અને સાચી કર્તવ્યપરાયણતા એઓશ્રીની માંદગીમાં પણ છાની ન જ રહી શકી. આવા એક આદર્શ ઉપદેશક અને સાચા સેવાભાવી સમર્થ સાધુની કરાચીમાં સ્થિતી હોવાથી કરાચીને ઘણેજ લાભ થયો છે. હવે એઓશ્રી વિદાય લે છે તેથી આપણને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ એના ઉપદેશને થાડે પણ આપણે આપણું આચરણમાં ઉતાર્યો તે એઓશ્રીનો પ્રયત્ન સફળ થયો ગણાય અને આપણું જીવન ધન્ય ગણાય. બાકી સાધુ અને સરીતા તે વિચારતાં જ ભલાં. એઓશ્રીને તે જ્યાં જાય ત્યાં એજ કાર્ય રહેવાનું. એઓશ્રીના આપણું પર આશીવાઁદ હે એજ અભ્યર્થના.
જા
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org