________________
પરિશિષ્ટ ૩ ગુજરાતનું પરમધન
લેખ – શ્રી. હીરાલાલ નારાયણજી ગણાત્રા
- કરાચીના જાણીતા સમાજ સેવક અને હિન્દુ ધર્મના અભ્યાસક, મ્યુ. કોર્પોરેશનના માજી ડેપ્યુટી મેયર સાહેબ મુનિશ્રીના મુલ્યાંકન કરે છે.
સમુદ્રની સપાટી પર ફરતાં ફરી વહાણે ખરાબે લાધે નહિ એટલા માટે દિવાદાંડીની વ્યવસ્થા કરવામાં આવે છે. આવી જ રીતે આ ભવસાગર તરી પાર ઉતરવાનો પ્રયત્ન કરનાર માનવી માટે પણ ખરાબ ન લાધે તેટલા માટે દિવાદાંડીઓ હોય છે. પહેલી સ્થાવર હોય છે ત્યારે બીજી જંગમ દિવાદાંડી. સાધુ સન્યાસી, સંત મહંત, ઉપદેશક વિગેરે કે જેઓ એક સ્થળેથી બીજે સ્થળે પરિભ્રમણ કરી, ભવાટવીમાં ભટકતાં અને આ સંસાર સાગર તરવા મથતાં આપણે જેવા અલ્પજ્ઞ માનવીઓને માર્ગ દર્શન કરાવવા પેલે પાર પહોંચાડે છે તે જંગમ દિવાદાંડીઓ છે. પુજ્ય મુની મહારાજ વિદ્યાવિજયજી પણ આમ એક જંગમ દિવાદાંડી છે એમ મારું માનવું છે.
ભાઈશ્રી રાયચુરાના શબ્દોમાં કહું તે પુજ્ય વિદ્યાવિજયજી એ ગુજરાતનું ધન છે. મારે મન એ ગુજરાતનું પરમધન છે.
બે પાડા લડતા હોય અને જીવ રક્ષા માટે ભાગવું પડે અને આશ્રય લેવો પડે તે મજીદમાં જવું પણ જૈન મંદિરમાં ન જવું એવી જુની
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org