Book Title: Mari Sindh Yatra
Author(s): Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthamala Ujjain

View full book text
Previous | Next

Page 466
________________ કરાચીની કદરદાની [૪૧૧. છીએ કે વિદ્યાવિજયજી દેવાની જીવનપ્રણાલી અને કાર્ય ઇતર મહારાજે અને ધર્મોપદેશકો માટે દષ્ટાંતરૂપ અને અનુકરણ યોગ્ય બનો. તેમણે કરાચીમાં અને કરાચી દ્વારા સિંધમાં તેમના જીવદયા વર્ધક કામવડે તેમજ જનધર્મના શાંતિભર્યા અને વિદ્વત્તાભર્યા ઉપદેશવડે જનધર્મનો મહિમા વધાર્યો છે. તેમજ સિંધવાસી જૈનોની કાતિને ઓપ આપે છે. એમ કહેવામાં લગારે અતિશયોક્તિ નથી. આવા મહારાજ પિતાના આંગણે આવે, ત્યારે જૈનીઓ જે કરે તે ઓછું જ કહેવાય પણ ઇતરધર્મીઓ પણ જનમહારાજને વધાવે, સન્માન, સાંભળે તથા ઉપાસે, ત્યારે તે જનધર્મનો મહિમા વધારનારૂં તો ખરું, પણ તેની સાથે સાથે બિન હિંદુઓને હિંદુઓની નિકટમાં આણનારું હોઈ હિંદુત્વની એક પ્રકારની સેવારૂપ છે. અને બીજી રીતે કહીએ તો એજ બીના દેશની સર્વકામને એકબીજાની નિકટમાં આણવારૂપ છે. અને તેથી વિદ્યાવિજયજી મહારાજના જીવનકાર્યમાં અનાયાસ દેશસેવાનું રાજકીય કલ્યાણનું કાર્ય થઈ રહ્યું છે, એમ અમે સમજીએ છીએ અને તે માટે મહારાજને અમે અભિનંદીએ છીએ.” હિતેચ્છુ ૩૧ મી જાન્યુઆરી ૧૯૩૯ હિતેચ્છના વિદ્વાન અધિપતિએ કરાચીની કદરદાનીના મંદિર ઉપર એક શિખર ચડાવ્યા જેવું કામ કર્યું છે. અને તેમ કરીને જેમ પોતાના વિશાળ હદય, ગુણાનુરાગતાને પરિચય કરાવ્યો છે, તેમ મારા જેવા એક અદના ભિક્ષુકને એક મહાન જાથી દબાવ્યો છે. સૌનું કલ્યાણ હે એજ અંત:કરણની ભાવના. ( સમાસ ક૬S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516