________________
કરાચીની કદરદાની
[૪૧૧.
છીએ કે વિદ્યાવિજયજી દેવાની જીવનપ્રણાલી અને કાર્ય ઇતર મહારાજે અને ધર્મોપદેશકો માટે દષ્ટાંતરૂપ અને અનુકરણ યોગ્ય બનો.
તેમણે કરાચીમાં અને કરાચી દ્વારા સિંધમાં તેમના જીવદયા વર્ધક કામવડે તેમજ જનધર્મના શાંતિભર્યા અને વિદ્વત્તાભર્યા ઉપદેશવડે જનધર્મનો મહિમા વધાર્યો છે. તેમજ સિંધવાસી જૈનોની કાતિને ઓપ આપે છે. એમ કહેવામાં લગારે અતિશયોક્તિ નથી. આવા મહારાજ પિતાના આંગણે આવે, ત્યારે જૈનીઓ જે કરે તે ઓછું જ કહેવાય પણ ઇતરધર્મીઓ પણ જનમહારાજને વધાવે, સન્માન, સાંભળે તથા ઉપાસે, ત્યારે તે જનધર્મનો મહિમા વધારનારૂં તો ખરું, પણ તેની સાથે સાથે બિન હિંદુઓને હિંદુઓની નિકટમાં આણનારું હોઈ હિંદુત્વની એક પ્રકારની સેવારૂપ છે. અને બીજી રીતે કહીએ તો એજ બીના દેશની સર્વકામને એકબીજાની નિકટમાં આણવારૂપ છે. અને તેથી વિદ્યાવિજયજી મહારાજના જીવનકાર્યમાં અનાયાસ દેશસેવાનું રાજકીય કલ્યાણનું કાર્ય થઈ રહ્યું છે, એમ અમે સમજીએ છીએ અને તે માટે મહારાજને અમે અભિનંદીએ છીએ.”
હિતેચ્છુ ૩૧ મી જાન્યુઆરી ૧૯૩૯ હિતેચ્છના વિદ્વાન અધિપતિએ કરાચીની કદરદાનીના મંદિર ઉપર એક શિખર ચડાવ્યા જેવું કામ કર્યું છે. અને તેમ કરીને જેમ પોતાના વિશાળ હદય, ગુણાનુરાગતાને પરિચય કરાવ્યો છે, તેમ મારા જેવા એક અદના ભિક્ષુકને એક મહાન જાથી દબાવ્યો છે.
સૌનું કલ્યાણ હે એજ અંત:કરણની ભાવના.
(
સમાસ
ક૬S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org