________________
પ્રકાશક તરફથી
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ ત્રીજુ ચતુર્માસ પણ પિતાની નાદુરસ્ત તબીયતના કારણે કરાચીમાંજ કર્યું હતું. પરન્તુ પહેલાં બે વર્ષની માફક જોઈએ તેટલી વધારે પ્રવૃત્તિ થઈ શકી નહોતી. તે પણ નવરાત્રિ, દીવાળી, અને શ્રી વિજયધર્મસૂરિ મહારાજની જયન્તી જેવા પ્રસંગોએ, તેમજ વિહાર વખતે પારસી કોલોનીમાં પારસી ભાઈએ બહેનની સમક્ષ વ્યાખ્યાને આપવાની-વિગેરે કેટલીક જાહેર પ્રવૃત્તિ તે બરાબર કરી હતી. છેવટે મહારાજશ્રીએ કરાચીથી તા. ૮ ડિસેમ્બર ૧૩૯ ના દિવસે વિહાર કર્યો, તે નિમિત્ત કરાચીના પ્રસિદ્ધ સાપ્તાહિક
અમનચમન' પત્રના વિદ્વાન તંત્રીશ્રીએ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીની સ્મૃતિમાં એક દળદાર અંક કાઢી, ન કેવળ પોતાના જ તરફથી, બલકે કરાચીની સમસ્ત પ્રજા તરફથી કૃતજ્ઞતા બતાવી હતી. આ અંકમાં કેટલાક પ્રસિદ્ધ પુરુષના મુનિરાજશ્રીના ગુણાનુવાદના લેખો પ્રકટ કરવા સાથે, તમામ કામના આગેવાનો અને જાહેર કાર્યકર્તાઓના અભિપ્રાયે પ્રકટ કર્યા હતા. એ બધાયે લેખો અને અભિપ્રાયો આ સ્થળે પ્રકટ કરવા અશકય હોઈ, અમે આ પુસ્તકના વાચકને તે અંક વાચવાની ભલામણ કરવા સાથે, માત્ર તેમાંના થોડાજ લેખે, તેમજ સમસ્ત જૈનસંઘ તરફથી મુનિશ્રીને આપવામાં આવેલા
આભારપત્ર એનેજ આ સ્થળે ઉતારે કરી સંતોષ માનીએ છીએ.
પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org