________________
૪૦૨ ]
મારી સિંધિયાત્રા
-
-
-
- -
-
જનહિતાનુરાગી, ધર્મધુરન્ધર મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજશ્રી
મુ. કરાચી. પૂજ્યપાદ મુનિવર્ય શ્રી,
“અમે કરાચીનિવાસીઓ પોતાનું અહેભાગ્ય માનીએ છીએ કે અમને આપ જેવા એક વિરલ સત્યપુરુષનું સન્માન કરવાનો આ પ્રસંગ પરમાભાએ આપ્યો છે. સાધુજનનાં દર્શન તે સદૈવ દુર્લભ ગણાયા છે. તેમાંયે વિશેષતઃ આધિભૌતિક પ્રપંચે વચ્ચે પીસાઈ રહેલ આ જમાનામાં, આપ જેવા મહાપુરુષનાં કેવળ દર્શન જ નહિ, પરંતુ પરિચય અને સહવાસની કહાણ અમ કરાચીવાસિઓને લગાતાર અઢાર મહિના સુધી બક્ષીને વિધિએ ખરેખર અમારા ઉપર મહેરજ કરી છે, એમ અમે માનીએ છીએ,
મહાત્મન ! આપે ધર્મને સાચે જ જીવી જાણે છે. પુરાતન સંસ્કૃતિની લગીર કે ઉપેક્ષા કર્યા વગર આપ નૂતન પ્રકાશ ઝીલી શક્યા છે. નિજધર્મની વિશિષ્ઠ મર્યાદાઓનું રજભર પણ ઉલ્લંધન કર્યા સિવાય આપ સર્વધર્મસમભાવ અનુભવો છો, આચરે છે અને ઉધો પણ છે. પરંપરાગત રૂઢિઓ અને સનાતન ધર્મ એ બન્ને વચ્ચે રહેલો સૂક્ષ્મ ભેદ આપની કુશાગ્ર દૃષ્ટિએ નિહાળે છે અને આપના ઉદાર આત્માએ ઓળખાવ્યો છે. એટલું તો આપના થડા પણ પરિચયમાં આવનાર પ્રત્યેક જણ વિશ્વાસપૂર્વક કહી શકશે.
“અને તેથીજ કરાચીમાં આપના અઢાર મહિનાના વસવાટ દરમ્યાન ભાગ્યે જ કોઈ એવી પ્રવૃત્તિ હશે, જેની પાછળ આપની મંગલ પ્રેરણા ન હેય. ભાગ્યેજ કોઈ એવું લોકહિતનું કાર્ય હશે, જેમાં આપને સહકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org