________________
૪૯૮]
મારી સિંધયાત્રા
છે કે જે આવશ્યકીય અનુકૂળતાઓ પ્રાપ્ત થાય તે સિંધમાં હજુએ બે ત્રણ વર્ષ રહી ખૂબ પ્રચાર કરું,
કેટલાક વક્તાઓએ, અમે જે કષ્ટ સહન કરીને અહિં આવ્યા, તેનું વર્ણન કર્યું છે. પરંતું હું જણાવીશું કે જે દિવસથી અમે અમારું ઘરબાર અને સગા-સંબંધીઓને છોડી સાધુતા સ્વીકારી છે, અને “ ઇચ્છાને રોધ" કરવાનું માથે લીધું છે, ત્યારથી કષ્ટ ભેગવવાનું તે અમારે માથે નિર્માણ થએલું છે.
“પ્રમુખ સાહેબે કહ્યું છે તેમ, સાધુ તેજ છે કે જે પોતાનો આદર્શ ખડો કરવા પતાથી બનતું કરે છે. કરાચીની જનતાએ આ માનપત્ર આપીને અમારા ઉપર ખરેખર ઉપકાર કર્યો છે. પણ મારે માટે તે આ ઉપકાર એક ઉપસર્ગરૂપ થયે છે. ઉપરાગ” એટલે કષ્ટ, કષ્ટ સહન કરવા માટે માણસમાં શક્તિ જોઈએ તમારું આ સન્માન કરવવાની મારામાં શકિત છે કે નહિ, એનો હું બહુ વિચાર કરું છું. પ્રભુ મને આ માન જીરવવાની શક્તિ આપે અને એમાં ઉચ્ચારેલા શબ્દો જેવા ગુણે મારામાં ઉત્પન્ન થાય, એવી હું પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું.
“હું જેનેને સાધુ છું, એવું તમે ન માનશે.” એમ હું પહેલેથી કહેતે આવ્યો છું. એ મારું કથન અત્યાર સુધી તમે માન્ય રાખીને કરાચીના દરેક ધર્મના અનુયાયીઓએ અમારી જે સેવા કરી છે, અમારા પ્રત્યે સ્નેહ વર્ષાવ્યા. છે, અમને સહકાર આપે છે, તેને માટે હું તમારે ફરી ફરીને આભાર માનું છું,
અમારા જનસંઘે જે સેવા કરી છે તેને માટે હુ અંત:કરણથી ધન્યવાદ આપું છું. આ પ્રસંગે ડો. ન્યાલચંદ દેસી, ડે. વિશ્વનાથ પાટીલ, ડે. અંકલેશ્વરીયા, વૈદ્યરાજ નવલશકરભાઈ, અને વૈધરાજ સુખરામદાસ વિગેરેને પણ અંત:કરણથી આશીર્વાદ આપવા સાથે ધન્યવાદ આપું છું કે જેમણે મારી અને મારી સાથેના સાધુઓની બિમારીમાં કઈપણ જાતનો સ્વાથ રાખ્યા વિના અસાધારણ સેવા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org