________________
કરાચીની કદરદાની
[૪૦૭.
ફરીથી કહ્યા વિના નથી રહેવાતું કે કરાચીએ અમારી કદર કરવામાં હદ કરી છે. ક્યાં “ વાયા ' એ મારે સિદ્ધાંત અને કયાં આ મારા ઉપર બોજો ?
મારા આત્મીય બંધુ શાંતમૂર્તિ મુનિરાજશ્રી જયંતવિજયજીએ એમને આપેલા માનપત્રને જવાબ આપતાં ટૂંકમાં કહ્યું –
મને આપેલા માન માટે હું તમારો આભાર માનું છું, ખરી રીતે તમારે માન તે મહારાજશ્રીને એકલાને જ આપવું જોઈતું હતું, છતાં તમે મને પણ આપ્યું છે. એ તમારી ઉદારતાને સૂચવે છે. મહારાજશ્રીને કાર્ય કરવાની કેટલી ધગશ છે, એ તમે જોઈ શક્યા છે. બીમારીમાં મિસ્ત્રી ડોકટરે મના કરવા છતાં સૂતાં સૂતાં પણ તેઓ લેખે લખાવે છે, અને દરેક કાર્ય કરે છે. એમણે કરેલી સેવામાં મારા થડા હિસ્સાને તમે સમાનભાગ સમજી જે માન આપવા તૈયાર થયા, તે બદલ તમારો આભારી છું. મારા અંતઃકરણના આશીર્વાદ છે કે આપ સૌ આનંદમાં રહે, સુખી રહે, સમાજ દેશ અને આત્માની ઉન્નતિ કરે.”
* બિમારીના કારણે આ પ્રસંગે હું કંઇ વધારે કહી શકું તેમ ન હતો. પણવિધિ તો પૂરી કરવી જ રહી. એ નિયમે મેજ ઉપર બેસી ને ભેડા શબ્દો કહ્યા તેને સાર આ છે –..
મનુષ્યમાત્ર સેવા કરવા જ છે, સેવા કરાવવા માટે નહિ.” આ સિદ્ધાંત જે બધા ધ્યાનમાં લે તો જગતની અશાંતિ દૂર થાય અને સ્વર્ગીય, સુખ મેળવી શકાય.
જે ભૂમિમાં શ્રવણે માતપિતાની ભક્તિ ભૂલી ગયા હતા, એવી નિદાએલી ભૂમિમાં આટલી બધી ભક્તિ, આટલો બધો પ્રેમ અને આટલી બધી ઉદારતા જોઈને મને તો એમ જ થાય છે કે, આ ભૂમિને નિંદનારાઓએ મોટી ભૂલ કરી છે. સિંધના જે આદરભાવ મેં તે કયાંય જોયો નથી. માંસાહારી હોવા છતાં, સિંધમાં લોકોની ભક્તિ અને શ્રદ્ધા જોઈને મને તો એમ થઈ આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org