________________
કરાચીની કદરદાની
[૪૦૩
--
--
-
--
-
-
-
--
-
-
ન હોય. સંકુચિત અર્થમાં જે વસ્તુને પૃથફજન “ધર્મ' સમજે છે, તેનાજ કેવળ આચરણથી આપ સંતુષ્ટ રહ્યા નથી, આપને મન “ધર્મ' એ “જીવન” છે અને “જીવન” એજ “ધર્મ' છે.
આપશ્રીની તેમજ શ્રી જયન્તવિજયજીની છેલ્લી બિમારીના કારણે આવેલ શારીરિક નબળાઈને લીધે કરાચીથી કચ્છ સુધીના વિકટ પંચના પગપાળે વિહાર કરવામાં માત્ર અંતરાય રૂપ જ નહિં પણ, ડોકટરોના સ્પષ્ટ અભિપ્રાય મુજબ હાનિકારક છે, એમ જાણવા છતાં પણ વિહાર કરી જવાના આપના સંકલ્પમાં આપ દઢ છે, તે જાણું અને ચિંતા થાય છે. અમે વિનવિએ છીએ કે આપના સંકલ્પને ફરીથી વિચારી જોશો અને બની શકે તે એકાદ વર્ષ માટે કરાચીની જનતાને આપની વિદ્વત્તા, વ્યવહાર કુશળતા અને કાર્યદક્ષતાને વિશેષ લાભ આપી કૃતાર્થ કરશો.
યદિ આપને નિશ્ચય દઢજ રહેશે અને આપ નિયત દિને વિહાર કરશે, તે પણ અમે આપશ્રીને ખાતરી આપીએ છીએ કે કરાચીવાસીઓને આપ એક એવી પુણ્યસ્મૃતિ બની રહેશે કે, તેમને સદેવ સાંપ્રદાયિક વિસંવાદોથી પર રાખી કલ્યાણપંથે વાળશે. આપની વાણીનું રસાયણ એકવાર પણ જેણે માણ્યું છે, તે કોઈ કાળે પણ એ પુણ્યસ્મૃતિ વિસરશે નહિ.
સાથે સાથે શાન્તમૂર્તિ વિદ્વાન મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજીની શાંતવૃત્તિ તથા વ્યવહાર કુશળતાએ પણ અમારા હૃદય પર જે ઉંડી અસર અને માનની લાગણી ઉત્પન્ન કરી છે, તે વ્યક્ત કર્યા સિવાય પણ અમે રહી શકતા નથી.
“આપ જેવા એક વિરલ પુરુષનું સન્માન કરવાને તથા અમારી આપ પ્રત્યેની કૃતજ્ઞતા તેમજ પૂજ્યભાવ વ્યકત કરવાનો આ શુભ પ્રસંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org