________________
કરાચીની કદરદાની
[ ૩૯૯
ઉદારતાની અવધિ
અમારા જેવા શક્તિહીન અને સાધનહીન સાધુઓ શું કરી શકે ? કયાં એટલા સગો? અને ક્યાં એટલી અનુકૂળતાઓ? છતાં કિંચિત અંશે થોડું પણ થઈ શકતું હોય છે, તેમાં અમે અમારા કર્તવ્યથી જરા પણ વધારે નથી કરતા, એમજ અમે સમજીએ છીએ. કરાચીમાં જે કંઈ પ્રવૃત્તિ થઈ શકી, જે કંઇ સેવા થઈ શકી, તેનો ઉલ્લેખ આ પહેલાંનાં પ્રકરણમાં કરવામાં આવ્યો છે. એ પ્રવૃત્તિમાં મેં કોઈ મહાભારત કામ કર્યું છે અથવા કર્તવ્યથી વધારે કર્યું છે, એવું જરા યે નથી, છતાં એવી નજીવી અને નમાલી સેવાને પણ મોટું રૂપ આપી એની કદર કરવાને તૈયાર થનારાઓ ખરેખર અમારી કે અમારાં કાર્યોની કદર નથી કરતા, પણ તેઓ પોતાની સજજનતાને, પિતાની ઉદારતાને અને પોતાના વિશાળ હદયને જ જાહેર કરે છે.
કોઈ ગરીબ અતિથી કાઈના ઘરે જાય, અને તે ઘરને માલિક ગરીબ અતિથિનું ઉંચા પ્રકારનું આતિથ્ય કરે, તે તેમાં એ અતિથિનું મહત્ત્વ નથી, પણ તે આતિથ્ય કરનારની ઉદારતાનું દ્યોતક છે. મારા જેવો અને ભિક્ષુક કરાચીન અતિથિ બન્યો, ત્યારથી કરાચીની જનતાએ મારું અને મારી સાથેના મુનિરાજેનું જે આતિથ્ય કર્યું છે, અમારું જે સનમાન કર્યું છે, અમારી સેવાઓમાં જે સરળતા કરી આપી છે, અને દરેક રીતે જે સહકાર આપ્યો છે, એનું વર્ણન કરવાને અમે બિલકુલ અશક્ત છીએ. આવ્યા હતા તે અમારું કર્તવ્ય બજાવી જીવનને કંઈક સાર્થક કરવા; પરન્તુ કરાચીની જનતાએ તો પ્રારંભથી અત્યાર સુધી જે જે ભાવભીનું સન્માન આપ્યું, તે બદલ અમે તેમને જેટલો ઉપકાર માનીએ તેટલ શેડો છે. મારી પ્રવૃત્તિમાં સાથ આપવામાં કરાચીની જનતાએ નથી જોયો ધર્મભેદ કે નથી જે જાતિભેદ, નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org