________________
મારી જીવનનકા
[ ૩૯૫
અને તેટલા માટે મારી આ જીવનનકાને બચાવી લેવામાં એક યા બીજી રીતે, થોડે ઘણે અંશે, જેમણે જેમણે મદદ કરી છે તે સૌને સમુચ્ચયરૂપે જ સાચા દિલથી આભાર માનવો ઉચિત સમજુ છું. તેમાં કરાચીન સમસ્ત સંઘ, ડો. ન્યાલચંદ, ડે. વિશ્વનાથ પાટીલ–એની સેવા તે કયારે પણ ભૂલાય તેમ નથી.
મારી બિમારીમાં સ્થાનિક ભક્તોએ સેવા કરી છે, એટલું જ નહિ પરન્તુ, પિતાના અગત્યના કાર્યોને ભેગ આપીને પણ મહુવા બાળાશ્રમ વાળા ચુનીલાલ શિવલાલ ગાંધી અને દેહગામવાળા ભાઈ બુલાખીદાસ અનોપચંદ–એમણે લાંબો સમય રહીને જે સેવા કરી છે, તે પણ ન ભૂલી શકાય તેવી છે.
મારી આ બિમારીમાં જેને ઉપરાંત જે બે જૈનેતર ગૃહસ્થાએ સેવા કરી છે, એ તો મારા હદય ઉપર હમેશને માટે કેતરાએલી રહેશે. તે બે ગૃહસ્થ છેઃ ભાઈ એદલ ખરાસ અને કરાચીના પ્રસિદ્ધ સિંધી વ્યાપારી શેઠ રાધાકિશનજી પારૂમલજી. ભાઈ એદલ ખરાસ અને તેમનાં ધર્મપત્ની પીલુ બહેન, જેમ બીમારીની શરૂઆતથી તે અત્યારની ઘડી સુધી મારી ભક્તિ કરવામાં તન, મન, ધનને ન્યોછાવર કરી રહ્યાં છે, તેમ શેઠ રાધાકિશન પારૂમલજીએ, છ મહિના સુધી સંઘ પાસેથી કંઈપણ ભાડુ લીધા વિના સિંધી કોલોનીમાં પોતાનો વિશાળ બંગલો વાપરવા માટે આપવા ઉપરાંત તેમના આખા યે કુટુંબે અનેક રીતે સાધુભક્તિનો લાભ લીધો છે.
ડે, ન્યાલચંદની કદર - ડે. ન્યાલચંદ રામજી દેસીએ નિઃસ્વાર્થ વૃત્તિથી ઠેઠ હાલાથી લઈને અત્યાર સુધી અવર્ણનીય સેવા કરી છે. એવા પરોપકારી સાધુભક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org