________________
૩૮૨]
મારી સિધયાત્રા
જેવા કે “પ્રભુત પ્રચારક મંડળવાળા શ્રીયુત જમીયતરામ આચાર્ય, ડો. ત્રિપાઠી, શ્રીયુત ચંદ્રસેન જેટલી, શેઠ લોકામલ ચેલારામજી વિગેરે મહાનુભાવોના પ્રયત્નથી “સિંધ સર્વ હિંદુ ધર્મ પરિષદ તા. ૬-૭ નવેમ્બર ૧૯૩૭ના દિવસોમાં ખાલકદીના હાલમાં મળી હતી. સિંધ પ્રાંતના હિંદુ ધર્મની સર્વ શાખાઓના પ્રતિનિધિઓને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. આ પરિષદ હિંદુ ધર્મની જુદી જુદી શાખાઓમાં પરસ્પરને પ્રેમ વધારવા માટે એક અગત્યવાળી નિવડી હતી. આ પરિષદના સ્વાગતાધ્યક્ષ કરાચીના રામકૃષ્ણ મિશનના અધિષ્ઠાતા સ્વામી શ્રી સર્વોનંદજીએ પરિષદને સર્વથા સફળ બનાવવા માટે સરસ પરિશ્રમ કર્યો હતો. કરાચીમાં અનેક વિદ્વાન સંત અને સુયોગ્ય પુરુષ હોવા છતાં, પરિષદના કાર્યકર્તાઓએ અયોગ્યતાનો કંઈપણ ખ્યાલ કર્યા વિના પરિષદના પ્રમુખ તરીકેની જવાબદારીની સેવા આ લેખકને સેંપી હતી. એ એમના શુદ્ધ પ્રેમ અને ભક્તિને આભારી હતું. પરિષદના ઉદ્દેશને સફળ બનાવવા અનેક ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા. પ્રમુખ અને સ્વાગતાધ્યક્ષ તરીકેનાં વ્યાખ્યાને પુસ્તકાકારે પ્રકટ થઈ ચૂક્યાં છે. - આ પરિષદના સંબંધમાં અનેક વર્તમાનપત્રોએ નોંધ લીધી હતી. એ બધી યે નોંધે આપવાનો અહિં અવકાશ નથી. માત્ર તેમાંના બે પત્રોની નૈધના ટૂંકા ઉતારા અહિં આપું છું.
છેલ્લાં કરાચીમાં “સર્વ હિંદુ ધર્મ પરિષદ મેળવી મુનિરાજ વિદ્યાવિજજીએ ગજબ જ કર્યો છે ! અને એમાં અપાએલું વ્યાખ્યાન સુંદર વિચારેના સંગ્રહ” રૂપ છે, અને ફરી ફરીને વાંચવું ગમે તેવું છે. હિંદુ ધર્મના અન્ય ધર્મગુરૂઓ જે કરી શકયા નથી, કરી શકે તેવી કલ્પના પણ ઉપજાવી શક્યા નથી, તેઓ માટે કરાચીનો દાખલે ખાસ સ્મરણમાં રાખવા યોગ્ય છે. મહારાજા સિદ્ધરાજ જયસિંહ અને શહેનશાહ અકબરના જમાનામાં સર્વ ધર્મ સંબંધમાં તીવ્ર આલોચનાઓ થતી હતી. પણ બંધુત્વ પ્રચારક જે ચર્ચાઓ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org