________________
સાર્વજનિક પરિષદ
[ ૩૮૩
-
પરિષદમાં થઇ છે, તેવી તો નહિ હોય ! તેવી જ થતી હોત તે ધાર્મિક વાતાવરણ આજે દુજ હોત. આમ આ પરિષદફતેહમદી સાથે પૂર્ણ થઈ છે અને તેનો માટે યશસ્વી યશ મુનિ મહારાજ વિદ્યાવિજયજીને ઘટે છે. મુનિ મહારાજ શ્રી હવે અત્રેથી સિદ્ધાચળ પધારવાનું છે, એમ બહાર પડતાં તેમનો વધુ લાભ લેવા બહુ આગ્રહપૂર્વક વિનવણી કરી, તે વિચાર ફેરવવા વિજ્ઞપ્તિ થઇ છે. પરંતુ લાંબા સમય રહેવા માટે મહારાજશ્રીની હવે ઈચ્છા નથી. અને શ્રી સિદ્ધાચલજી જવા ઉત્કટ ઇચ્છા ઉદ્ભવી છે, એમ તેઓછી જણાવે છે. છતાં આગ્રહને માન આપી હાલ શેડે સમય તેઓ અત્રે વિચરશે એવું સાંત્વન આપવાથી સૌ ખુશી થયા છે. અમે પણ એ ખુશીમાં અમારે અવાજ ઉમેરીએ છીએ.”
અમનચમન”
આ પ્રમાણે અમદાવાદથી નિકળતા “જનતિ ”ના તંત્રીશ્રીએ આ પરિષદ સંબંધી એક અગ્રલેખ લખ્યો હતો તે આ છે –
કરાચી ખાતે તાજેતરમાં શ્રી સિંધ સર્વ હિંદુધર્મ પ્રરિષદ'નું પ્રથમ અધિવેશન જાણુતા વિદ્વાન અને સુધારક મુનિરાજશ્રી વિદ્યાવિજયજીના પ્રમુખ પદે ભરાઈ ગયું. જો કે આ અધિવેશન સિંધ પૂરતું મર્યાદિત હોવાથી સિંધ બહારની જનતાનું ખાસ લક્ષ ખેંચાયું નથી પણ આ અધિવેશનમાં પ્રાંતીયતાની ભાવનાએ વેગળી મૂકી, ધમને તેના અળખામણું રૂપથી દૂર રાખી, સાચું રૂપ બતાવવાનો જે પ્રયાસ થયો છે તે ખરેખર પ્રશંસનીય અને ઉદાહરણ યોગ્ય છે. અને એ કારણે આવા પ્રયાસોની વધુ માહિતી પ્રજાને આપવી ઉચિત છે.
આ અધિવેશનમાં કુલ અગિયાર ઠરાવ પસાર કરવામાં આવ્યા, જેમાં હિંદુ' શબ્દની વિવાદાસ્પદ વ્યાખ્યાની ચોખવટ, હિંદુ ગૌરવ ને સભ્યતાની
સ્થાપના માટે સંસ્થાની સ્થાપના, રાષ્ટ્રભાષા હિંદીની હિમાયત, હિંદુનિમિષાહારી રહેવાનો આગ્રહ, દારૂબંધી નિયમની પ્રશંસા, ૧૮ વર્ષ પૂર્વે સન્યાસ કે દીક્ષા ન આપવાનું નિયમન, હરિજન પ્રત્યે સહાનુભૂતિ વગેરે કરાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org