________________
સાર્વજનિક પરિષદ
૩૮૫
- “તેઓશ્રીએ પ્રમુખપદેથી આપેલા ભાષણમાં ધર્મજનૂન કે ખાટા મિથ્યાડબરને જરાપણું અંશ જણાતો નથી.
“આવ ભાષણુના પાને પાને સર્વધર્મની એકતાને સંદેશ સર્વધર્મ સમવયનું સૂચન સાચા જનસાધુને ખરેખર શોભાવે તેવું છે એ ભાષણને ઘેડો ભાગ તિના ગતાંકમાં અપાઈ ગયું છે. વાંચકોને આખું ભાષણ વાંચન અને મનન કરવા ભલામણ છે.
“જેનેના મોટા ભાગના સાધુઓમાં વધતી જતી દુખદ સંકુચિતતા સામે આવા પ્રસંગે ખરેખર હર્ષની બીના બને છે; અને એ વખતે જૈન ધર્મ કેટલે વિશાળ ધર્મ છે, અને સર્વધર્મનું સમન્વય કરવાની કેટલી શક્તિ ધરાવે છે, તેનું કંઈક ભાન થઈ આવે છે, અને ત્યારે સહેજે આજની કૂપમંડુકતા, ઉપધાન કે ઉજમણા સુધી જ મર્યાદિત થતી શાસન પ્રભાવનાની સીમાઓ, બેચાર ચેલા કે બામંત ભક્તો વધારી લેવાની તાલાવેલીઓ, કલેશ કે કયા કરી મોટાઈ મેળવવાની ધમાલ તરફ દયા ઉપજે છે. આપણે સમાજ અને ખાસ કરીને આપણે ઉપદેશક વગર આ તરફ લક્ષ આપે એજ ભાવના.”
જનજાતિ ૨૦-૧૧-૩૭
સર્વધર્મ પરિષદ - કરાચીના રામબાગ “બ્રહ્મોસમાજ' તરફથી દર વર્ષે આઠ દિવસને એક જલસો કરવામાં આવે છે. તેમાં એક દિવસ “સર્વધર્મ પરિષદ' પણ ભરવામાં આવે છે. કરાચીના પ્રસિદ્ધ ડો. ચારાની આ સમાજના સેક્રેટરી છે. તેઓ ઉદાર વિચારના અને સર્વ ધર્મ પ્રત્યે પ્રેમ રાખનારા મહાનુભાવ છે. તા. ૩૧ ડીસેમ્બર ૧૯૩૭ ના દિવસે આ “સર્વધર્મપરિષદ'ની બેઠકમાં “જનધર્મ ઉપર વ્યાખ્યાન આપવાનું નિમંત્રણ આ લેખકને મળ્યું હતું. આ પરિષદના પ્રમુખસ્થાને મદ્રાસવાળા રેવ ભાઈ સુબા કુર્ણયા બિરાજ્યા હતા. ક્રિશ્ચિયાનીટી, જરથોસ્ત,
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org