________________
મારી જીવનનૌકા
૩૧
પહોંચીને પાછો વળેલો માનવી જાગ્રત અવસ્થામાં અનુભવ કરે છે, તો તેને તે એક ગંભિર નિદ્રા સિવાય બીજું કંઈ જણાતું નથી. “મૃત્યવિમે હિં મૂઢ!' આ કથનની અંદર ખરેખર સત્યતા છે. શા માટે મૃત્યુથી ડરવું? મૃત્યુ એ તે પ્રકૃતિ છે, સ્વભાવ છે, “મર પ્રતિઃ નવાં રિતિઃ પ્રકૃતિથી કાં ડરવું ? એ તો નિમાણ થએલી વસ્તુ છે. બદલી માત્ર છે. જે કંઈ ડરાવે છે, તે મૃત્યુ નહિ પણ આ સંસાર ઉપરનો મોહ છે. દુનિયામાં રહેલો માનવી સંસારની મોહજાળમાં એટલો બધો ફસાએલો છે કે એને આ જાળમાંથી નિકળવું ગમતું નથી. એને સંસારનાં પ્રલોભનો આકર્ષી રહ્યાં છે. ખરી રીતે જે માનવી સમજ હોય કે મૃત્યુ એ નિર્માણ થએલી વસ્તુ છે, સ્વાભાવિક વસ્તુ છે, તે તેને મૃત્યુથી જરાયે ડરવાની જરૂર ન હોય. મૃત્યુના કાંઠે પહેચેલે માણસ હાય પીટ કરે છે. વલોપાત કરે છે, રુદન કરે છે. એનું કારણ એને આ જાળમાંથી નિકળવું નથી ગમતું એ, અથવા એની મૃત્યુ માટેની તૈયારી નથી, એ સિવાય બીજું શું છે? માણસ જાણે છે કે હમણું કે પછી, આજે કે કાલે, મુસાફરી તો કરવાની જ છે, તો પછી તેણે તૈયાર રહેવું જ જોઈએ. અને તૈયાર રહેલાને હાયપીટ કરવાની કંઈ જરૂર ન હોય.
મનુષ્ય આ વસ્તુને બરાબર સમજી લે તો એને એનું જીવન જેમ આનંદમાં પસાર થાય, તેમ મૃત્યુને ઘંટ એને જરાયે ભયભીત ન બનાવે. બિમારી શી વસ્તુ છે?
આવી જ વસ્તુ બિમારીની પણ છે. જે સમજવામાં આવે તો બિમારી, એ આત્માને અશુભ કર્મોના બોજાથી હલકાં કરવાને એક પવિત્ર સમય છે. અથવા કુદરતના નિયમોથી વિરૂદ્ધ ધસી જનારાઓને માટે એક લાલબત્તી છે. અનાદિકાળથી આ જીવ અનેક પ્રકારના શુભાશુભ કાર્યોની પ્રવૃત્તિ કરતે આવ્યો છે. બિમારી એ અશુભ કર્મોનો દંડ છે. માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org