________________
૩૮૮]
મારી સિંધયાત્રા
દેશની દરિદ્રતાનું મૂખ્ય કારણ કમાવનાર કરતાં ખાનારની સંખ્યા કઈ ગુણ વધારે છે, તે પણ છે.' દરિદ્રતાને દૂર કરવાને બીજા જે ઉપાયો લઈએ, તેની સાથે આ ઉપાય લેવાની ખાસ જરૂર છે કે જીવનના ઘડતરની શરૂઆતથી જ જીવનનું સાધન મેળવવા ફિજુલ ખર્ચથી દૂર રહેવું ”
આયુર્વેદ પરિષદ
એક દિવસ હું મારા રૂમમાં બેઠો હતે. સિંધના પ્રસિદ્ધ પાણચાર્ય વૈદ્યરત્ન શ્રીમાન સુખરામદાસજી મહારાજ વિગેરે કેટલાક પ્રસિદ્ધ વૈદ્યોનું એક ડેપ્યુટેશન મારી પાસે આવ્યું. તેમણે જણાવ્યું કે “ અમારી આયુર્વેદે દ્ધારક સભા તરફથી આયુર્વેદ પરિષદ’ ભરવા માંગીએ છીએ. તેમાં આપને પ્રમુખ બનાવવા, એવો અમે ઠરાવ કર્યો છે. આયુર્વેદ પરિષદ અને આ લેખક પ્રમુખ? એમનો આ પ્રસ્તાવ સાંભળીને જ હું તો આભો બની ગયો. આયુર્વેદનો એક પણ નહિ જાણનાર મારા જેવો એક જૈન સાધુ આયુર્વેદની પરિષદના પ્રમુખ થાય, એ તો હદ આવી ચૂકી. મેં મારો અધિકાર એમની આગળ રજુ કર્યો. પણ ભક્તિ અને શ્રદ્ધામાં લીન થયેલા મહાનુભાવો એ ક્યાં માને તેમ હતા ? આ સજ્જનની ભક્તિ અને શ્રદ્ધાને મારે આધીન થવું પડયું. તા. ૨૬ મી સપ્ટેમ્બર ૧૯૩૮ ના દિવસે પરિષદ થઈ, અનેક વિદ્વાન વરએ વ્યાખ્યાને કર્યો. ઠરાવો થયા, અને છેવટે આયુર્વેદના મહત્ત્વ સંબંધી તેમજ અત્યારે રોગને વધારે શાથી થઈ રહ્યો છે. તથા રોગની નિવૃત્તિ કરતાં રોગોને રોકવાન શા ઉપાયો લેવા જોઈએ? એ સંબંધી મેં મારા વિચારો રજૂ કર્યા. ઉદાર વૈદ્યોની સહાનુભૂતિથી, સહકારથી, પ્રેમથી પરિષદનું કાર્ય સફળ થયું.
આવી અનેક પરિષદમાં જે કંઇ સેવા કરવાને લાભ મળ્યો, તેથી હું મારૂં સદ્ભાગ્ય સમજુ છું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org