________________
૩૮૪]
મારી સિધયાત્રા
મુખ્ય છે. આ ઉપરાંત સિંધના કુરિવાજો અંગેના તેમજ આ પરિષદના નામ-પલટના ઠરાવો પણ છે.
“હિંદુ” શબ્દની વ્યાખ્યા અંગે અત્યારસુધી અચોક્કસતા ચાલી હતી, તેના પર આ પરિષદના અધિવેશનમાં ઠીક પ્રકાશ ફેંકાય છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જેની ઘાર્મિક સંસ્કૃતિ અને સભ્યતા ભારતીય હેય, તે હિંદુ” આ ઠરાવ હિંદુ ધર્મની વ્યાખ્યા પર ઠીક ઠીક પ્રકાશ પાથરે છે.
“આ ઉપરાંત રાષ્ટ્રભાવના ચર્ચાઈ રહેલા પ્રશ્નો માટે પ્રાન્તીયતાના વ્યામેહથી દુર રહી, હિંદી ભાષાને “રાષ્ટ્રભાષા” તરીકે પસંદગી કરવામાં પરિષદ ખરેખર ડહાપણું બતાવ્યું છે. રાષ્ટ્રભાષા હિંદી હોઈ શકે, એ માટે આજે બે મત છેજ નહિ.
“આ પરિષદમાં એક ઠરાવ હિંદુઓને નિરામિષાહારી રહેવાની ભલામણ કરતે છે. આ ઠરાવની અમારી દ્રષ્ટિએ સિંધમાં ખાસ જરૂર હતી, અને આશા છે કે “સિંધ સર્વ હિંદુ ધર્મ પરિષદનું આવું વલણ, અહિંસાનો પ્રચાર કરવા માટે જ સિંધ ગયેલા મુનિરાજશ્રી વિદ્યાવિજયજીને ખૂબ જ ઉપયોગી નીવડશે.
આ સિવાયના બીજા ઠરાવો પણ અત્યંત મહત્ત્વના છે, અને તે આજના યુગની જરૂરિયાતને લક્ષમાં લઈને કરવામાં આવ્યા છે, તેમ કહેવું ઉચિત થઈ પડશે. દરેક પ્રશ્નની ચર્ચા પૃષ્ઠનાં પૃથ્થો લઈ શકે તેમ છે, પણ તેના અગાઉ કરેલ નામ નિદેશથીજ આપણે તૃપ્તિ માનીશું.
આ અધિવેશનની સફળતામાં બીજા બધા કારણે સાથે ખાસ કારણ પ્રમુખપદની ખુરશી સાથે પણ સંકળાયેલું છે. એક જન સાધુ, તેમાં પણ નવનવા સિંધમાં ગયેલા, આટલા ટૂંકા સમયમાં “સર્વ હિંદુ ધર્મ પરિષદના પ્રમુખ ચુટાય, એ જૈન સમાજ માટે. એ છે ગૌરવને વિષય ન કહી શકાય. સુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજીએ પણ પ્રમુખપદ સ્વીકારીને પોતાના ભાષણમાં તેમજ સભાના સંચાલનમાં જે ઉદારતા, કુનેહ, ને વિદ્વત્તા દર્શાવી છે તે પણ ન ભૂલાય તેવાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org