________________
૨૬૪]
મારી સિંધયાત્રા
છે, એવાઓ એ આદતોમાંથી જેટલે અંશે છૂટે, તેટલે અંશે પ્રશંસનીયજ ગણાય. બટાટા અને એવી કંદમૂળ જેવી ચીજો ખાનારા કેટલાક જન ગૃહસ્થા અમારા જેવા સાધુઓને ગુરુ માનવા છતાં અને દિવસના દિવસો સુધી ધેધમાર ઉપદેશ આપવા છતાં, એ બટાટા કે બીજા કંદમૂળને છેડવા તૈયાર ન થાય, અને કદાચ “મહારાજ રોજ છવ ખાય છે, તે લાવો જરા તેમને રાજી કરવા કંઇક છોડીએ, 'એમ ધારીને છોડવા તૈયાર. થાય, તે પણ સાથે સાથે એમ જરુર કહે કે-“સાહેબજી, મહિનામાં દશ શેર બટાટાની તો છૂટ આપે.' હિસાબ લગાવવામાં આવે તે ભાગ્યે જ મહિનામાં પાંચ શેર બટાટા એના પેટમાં જતા હશે, છતાં પોતે બટાટાના ત્યાગી તરીકે ગુરુને ખાત્રી આપતાં દશ શેર બટાટાની છૂટ રાખે છે. આ એણે ત્યાગ કર્યો કે પાંચ શેર બટાટા વધારે ખાવાની મહારાજ પાસેથી છૂટ લીધી? મચ્છીમાંસને ત્યાગ કરનારા આખી જીંદગી સુધી સર્વથા મચ્છીમાંસને ત્યાગ કરે, એ ત્યાગમાં અને ઉપરના બટાટાના ત્યાગમાં કેટલું અંતર છે? એ વિચારે. મચ્છીમાંસના ત્યાગીની શ્રદ્ધામાં અને બટાટાના ત્યાગીની શ્રદ્ધામાં કેટલું અંતર છે? એનો વિચાર પણ સમજદારે કરી શકે છે. ત્યાગ, એ તે ઇચ્છાઓને રોકવી, નિષ્કપટતા પૂર્વક પાપને પાપ સમજીને ત્યાગ કરવો, એનું નામ સાચો ત્યાગ છે. લાલચો ઓછી ન થઈ હોય અને કેવળ ગુરુને રાજી કરવાની ખાતર કંઈક વસ્તુને ત્યાગ બતાવ, એનું નામ ત્યાગ નથી, પણ દંભ છે.
ઘણું વર્ષો પહેલાં બંગાળના અને હમણું સિંધના તાજા અનુભવ પછી જણાયું છે કે આ માંસાહારીએ સૌથી પહેલાં તો સાચેસાચું કહી દેશે. માંસ-મચ્છી ખાતે હશે તે, જરુર કહેશે કે “હું ખાઉં છું.' પછી ભલે તે માટે આલમફાઝલ હેાય કે એક અદનામાં અદને હેય. અને બીજું, ઘણે ઉપદેશ આપ્યા પછી પણ જે તે વસ્તુ છોડવાનું તેનું દિલ નહિ હોય, તો તે સાફ કહેશે, કે “હું વિચાર કરીશ, કશિશ કરીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org