________________
૩ર૪]
મારી સિંધિયાત્રા
ઓછી છે, એમ કહેવામાં આવ્યું. ખરી રીતે અધિકાર ભેગવનાર જેની સંખ્યા ઓછી હોવા છતાં, જૈન કેમ એકમેટી, ઉદાર અને શાંતિપ્રિય કેમ છે, એ દષ્ટિએ એના માનની ખાતર પણ એક અથવા બે દિવસો “જનરલ હોલીડે” તરીકે મંજુર કરવા, એ ગવર્નમેન્ટનું કર્તવ્ય છે. ગવર્નર સાહેબે આ સંબંધી પિતાથી બનતું કરવાનું વચન આપ્યું છે.
આ સિવાય અમારા કચ્છ તરફના વિહારને માટે અમારી સાથે ચાલનારી ગૃહસ્થની મંડળીને માટે જોઇતી અને બની શકતી તમામ સગવડ કરી આપવા માટે ગવર્નર સાહેબે “પોલીસ ડિપાર્ટમેન્ટ” ઉપર ભલામણ કરેલી અને તે અનુસાર વિહારમાં આવતાં તમામ સરકારી થાણુઓ ઉપર સરકયુલર મોકલાએલા. એ હુકમની રૂએ મુનિરાજ શ્રી જયંતવિજયજીને અને તે પછીના વર્ષે મને કચ્છમાં જતાં ઘણી જ સગવડતા થઈ હતી.
આમ સિંધના નામદાર ગવર્નરે એક ઉંચા હાકેમને છાજે તેવી રીતે, બની શકે તેટલા અંશે કાર્ય કરીને અમારું સન્માન કર્યું હતું.
જેન ડીરેકટરી
એ પહેલાં કહેવામાં આવ્યું છે કે કરાચીને જનસંઘ એ હિંદુસ્તાનના બીજા શહેરના સંઘમાં પોતાનું સ્થાન ધરાવે છે. માત્ર વ્યાપાર અર્થે આવેલા અહિંના જેને ધીરે ધીરે એક સદી પસાર કરી ચૂક્યા છે. આટલા સમયમાં ધીરે ધીરે વધતાં અત્યારે સાડા ત્રણ હજારની સંખ્યા થઈ છે. છતાં લગભગ બધા શહેરમાં છે તેમ, અહિંના જૈનોની સામાજિક, ધાર્મિક, આર્થિક અને શિક્ષા સંબંધી સ્થિતિનું જ્ઞાન મેળવવાને માટે કંઈ પણ સાધન નથી. આજે કોઈપણ સમાજના એક અદનામાં અદના માણસને પણ પિતાની સમાજની સ્થિતિનો રિપોર્ટ પિતાની પાસે
Jain Education International
For Private & Personal, Use Only
www.jainelibrary.org