________________
બહારના વિદ્વાનો
છે
[૩૭૦
રિકામાં પણ આ ધર્મે પિતાને પગપેસારો કર્યો છે. આ ધર્મના ત્રણ ઉપદેશક–૧. અમેરિકન બાઇ મિસ માટરૂથ ૨. ઈરાનીબાઈ મિસીસ શીરીનબાઈ ફોજદાર અને ૩. ખોજા ગૃહસ્થ એચ. એમ. મનજી કરાચી ખાતે આવેલા. તેઓએ અમારી મુલાકાત લીધી અને તે પછી તેમનાં ત્રણ વ્યાખ્યાને તા. ૧-૨ મે ૧૯૩૮ ના દિવસોમાં ગોઠવવામાં આવેલા. ત્રણે વ્યાખ્યામાં પ્રમુખ તરીકેની જવાબદારીનું કામ આ પંક્તિના લેખકને સોંપવામાં આવ્યું હતું. પહેલું વ્યાખ્યાન જન ઉપાશ્રયના હાલમાં “વિશ્વવ્યાપક ધર્મ ” એ વિષય ઉપર રાખવામાં આવ્યું હતું. બીજું શારદા મંદિર માં “વિશ્વોદ્ધારક કેલવણું” એ વિષય ઉપર અને ત્રીજું કારિયા હાઇસ્કુલ ના હેલમાં “ બાળકને નવીન સંદેશ” એ વિષય ઉપર આપવામાં આવ્યું હતું. ત્રણે વ્યાખ્યાનમાં, ખાસ કરીને ઉપાશ્રયના વ્યાખ્યાનમાં શ્રોતાઓની સારી સંખ્યા હતી. “બાહાઈ ધર્મ ના આ ઉપદેશકાએ “બહાઈ ધર્મ સંબંધી જે જે વાત જણાવી હતી, તેમાં હિંદુ કે જૈન કોઈપણ ધર્મથી કંઇપણ જાતની વિશેષતા જેવું જણાયું ન હતું. અને તેજ વાત પ્રમુખ તરીકેના મારા વ્યાખ્યામાં મેં જણાવી હતી.
મિસ મારૂથ એક વૃદ્ધ ઉમરની અમેરિકન બાઈ છે. તેણીએ આ બહાઈ ધર્મને માટે પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યો છે. ઠેકાણે ઠેકાણે ફરીને “બાહાઈ ધર્મ ને પ્રચાર કરે છે. પિતે માનેલા ધર્મ માટે પોતાનો આ ત્યાગ કોઈની પણ પ્રશંસા મેળવ્યા વિના ન રહે. સાદાઈ, નમ્રતા એ એમના જીવનમાં ઓતપ્રેત ભર્યા છે.
૧૨ મીરાંબહેનનાં ભજનો-૧૯૩૮ ના મે મહિનામાં કંઇક શાંતિ લેવાની ઈચ્છાથી કરાચીથી વિહાર કરી બે દિવસ શેઠ છોટાલાલ
• આ બાદ થોડા વખત અગાઉ ગુજરી ગયાના સમાચાર છાપાઓમાં વાંચેલા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org