________________
૩૨૨]
મારી સિંધયાત્રા
પણ ખ્યાલ કર્યો હતો. દાખલા તરીકે સંપ્રતિ રાજાને પ્રતિબોધ કરવામાં આર્યસુહસ્તિઓ, આમરાજને પ્રતિબોધવામાં બપ્પભટ્ટીએ, હસ્તીકુડીના રાજાઓને પ્રતિબંધ કરવામાં વાસુદેવાચાર્યો, વનરાજને પ્રતિબોધવામાં શીલગુણગુણસૂરિએ, સિદ્ધરાજ અને કુમારપાલ રાજાને પ્રતિબંધવામાં હેમચન્દ્રાચાર્યો અને આવી જ રીતે મુહમ્મદ તુગલખ, ફિરોઝશાહ, અલ્લાઉદ્દીન અને ઔરંગજેબ જેવા બાદશાહે ઉપર પણ પ્રભાવ નાખવામાં જિનપ્રભસૂરિ, જિનદેવસૂરિ અને નશેખરસૂરિ જેવા આચાર્યોએ ક્યાં ઓછાં કષ્ટો સહ્યાં છે ? છેવટે અકબરને પ્રતિબોધવામાં હીરવિજયસૂરિએ પણ કયાં ઓછી તકલીફ ઉઠાવી છે? આ બંધુ શાને માટે? એક જનધર્મની સેવા માટે. ગુરુદેવ વિજયધર્મસૂરિ મહારાજે જૈનેતર વર્ગમાં અને રાજામહારાજેઓમાં તેમજ ચૂરેપ અમેરિકામાં પણ જૈનધર્મની વાસ્તવિકતા ફેલાવવા માટે કેટલાં કેટલાં કષ્ટો સહ્યાં છે ? એ તે આપણે નજર સામેની વાત છે.
આવી જ રીતે અધિકારીઓ સાથેના સંબંધથી બીજે પણ ફાયદે એ થાય છે કે ઘણી વખત હજાર રૂપિઆ ખર્ચ કરતાં યે જે કામ નથી થઈ શકતું, એ કામ લાગવગથી કેડીના પણ ખર્ચ વિના થાય છે. ઘણું વર્ષ સુધી આબુનાં મંદિરોમાં બૂટ પહેરીને જવાની જે આશાતના, હજારો રૂપિયાને વ્યય અને સતત પરિશ્રમ કરવા છતાં પણ દૂર નહોતી થઈ શકી, તે આશાવના, સ્વ. ગુરુદેવશ્રી વિજયધર્મસૂરિ મહારાજની અધિકારીઓ સાથેની લાગવગથી એક ચિઠ્ઠીમાત્રથી દૂર થઈ હતી.
એટલે જનસાધુઓએ, જે ધર્મને વાસ્તવિક રીતે ફેલાવો કરે હોય, તે પોતાના સ્થાનના અને માનપમાનના ખ્યાલને દૂર કરી વિશાળ હૃદયથી દરેકને મળવામાં ધર્મનું ગૌરવ સમજવાની જરૂર છે.
સિંધની અમારી પ્રવૃત્તિમાં સિંધ ગવરમેન્ટને પણ જેટલો બની શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org