________________
૩૩૦]
મારી સિંધવાત્રા
છે, તમન્ના છે. તેઓ ધારે તે ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં મોટો ફાળો આપી શકે.
કરાચીના જનેમાં પણ યુવકેની બહુ મોટી સંખ્યા છે. કરાચીમાં પ્રવેશતાં તેમનો ઉત્સાહ અને ભાવનાશીલતા જોઈને મને લાગ્યું કેયુવકસેનાને જે વાસ્તવિક તાલીમ મળે, તો ઘણું કરી શકે. એટલે સમયશકિતનો ગમે તેટલો ભોગ આપીને પણ તેમની શક્તિઓ ખીલવવા તરફ મારું ચિત્ત દોડયું. યુવકને પણ એમજ થયું કે જાણે આ સાધુઓ અમારાજ બરના આવ્યા છે, એટલે એ પણ ગમે તેવા કાર્યોનો ભંગ આપી ખૂબ આવવા લાગ્યા. ધીરે ધીરે યુવકોના લાભની જે પ્રવૃત્તિઓ આદરવામાં આવી. તેમાંની મુખ્ય આ હતીઃ
૧. જ્ઞાનચર્ચા–રાતે ૯ થી ૧૦ સુધીનો સમય યુવકે માટે જ્ઞાનચર્ચા' ને રાખવામાં આવ્યો. બરાબર વખત થતાં બહુ મોટી સંખ્યામાં યુવકે આવતા. અને રાજ જદા જુદા વિષય ઉપર ચર્ચાઓ થતી. જરા પણ સંકોચ રાખ્યા વિના, દરેકને ગમે તે પ્રકારના પ્રશ્ન પૂછવાની છૂટ હતી. આજના યુવકમાનસમાં ધાર્મિક કે સામાજિક કેવી કેવી શંકાઓએ સ્થાન લીધેલું હોય છે, તે જાણવાનું તે પ્રસંગે ખૂબ મળતું. તેમના પ્રશ્નોના ઉત્તરોની સાથે પ્રસંગોપાત્ત તેમના કર્તવ્યનું જ્ઞાન પણ તેમને કરાવવામાં આવતું. આ ચર્ચા ખૂબ રસિક થતી. અને તેમાંથી જ કેટલાક યુવકોએ સૂચવ્યું કે–આમ ચર્ચા થાય છે તે ઠીક છે, પરતુ અઠવાડીયામાં એક કે બે વખત “વકતૃત્વકલાસ” ખેલવામાં આવે, તે નવું નવું જાણવાનું મળે, બોલવાની શક્તિ વધે અને એક વિષય ઉપર એક માણસ ખૂબ દલીલો કરી શકે.'
૨. વકતૃત્વ કલાસ–દર રવિવાર અને બુધવારે આ કલાસ ચાલવા લાગ્યો. ન કેવળ યુવકો જ, પરંતુ વૃદ્ધમાનસ ધરાવનારા પણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org