________________
બે સંસ્થાઓની સ્થાપના
[૩૪૯.
આ સંસ્થાની સ્થાપનામાં છે. 'ન્યાલચંદ રામજી દેસી, ભાઈ ખીમચંદ વોરા અને ભાઈ પોપટલાલ પ્રાણજીવનદાસ વિગેરે મહાનુભાએ પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે, તેથી તેઓ ધન્યવાદને પાત્ર છે.
આ સંસ્થાની સ્થાપના પ્રસંગે “વેતામ્બર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ શેઠ છોટાલાલ ખેતશીએ, પોતાના બહાના અનુભવના નવનીત સમાન ટૂંકામાં જે શબ્દો કહ્યા હતા, તે આ છે :
“આ હુનરશાળા કેવળ ગરીબો માટે જ નહિં, પણ બધા માટે છે. દરેકે કાંઈને કાંઈ હુન્નર કરવો જોઈએ. કામ કરીને મહેનતાણું લેવું, એમાં કાંઈ ખોટું નથી. દરેક શાળામાં હુન્નર ઉદ્યોગનું શિક્ષણ દાખલ કરાવવાની યોજના વિચારાઈ રહી છે. આવી શાળા પોતાના પગ પર ઉભે જ નભી શકે. માટે તેને સ્વાશ્રયી બનાવવી જોઇએ. દળવું, ભરડવું, ખાંડવું એ પણ એક હુનરજ છે. કેટલીક બહેનોને થુલી ભરડતાં પણ નથી આવડતી. કેટલાક ભાઈઓને છેતીયાં પણ દેતાં નથી આવડતું. આવાં કામ જાતે હાથે કરી લેવાથી પૈસાનો બચાવ થાય છે. પૈસાથી કરાવવામાં આવતું કામ લાંબે વખત સુધી નભતું નથી. દીવાલમાં ખીલો મારવાનો હોય છે તો આપણે સુતારની રાહ જોઈએ છીએ. જરા ચુનો ખડયો હોય છે તે કડીયાની રાહ જોઈને બેસી રહીએ છીએ. આવું દરેક કામ ૫ડે જાતે શીખી લેવું જરૂરી છે... અંતમાં આ સંસ્થા સ્વાશ્રયી બને અને અન્ય કોમોને દાખલારૂપ થાય એવા પ્રયત્ન કરવો જોઈએ.”
આ સંસ્થા પણ અત્યારે તે ચાલી રહી છે. જૈનસંઘનું કર્તવ્ય છે કે આવી ઉપયોગી સંસ્થા ટકાવી રાખવા માટે બનતા પ્રયત્ન કરે. આવી ઉપયોગી સંસ્થા બંધ થઈ જવામાં જેમ સંધને માટે શાભાદાયક નથી, તેમ જે બહેને આમાં લાભ લઈ રહી છે, તેઓ તે લાભથી વંચિત રહેશે.
• આ પુસ્તકની બીજી આવૃત્તિ બહાર પાડતાં સાંભળવામાં આવ્યું છે કે, ઉપયુક્ત અને સંસ્થાઓ બંધ પડી છે. બેશક, એટલે સમય આ સંસ્થાઓ ચાલી, એમાંથી કેટલાક યુવકોએ અને ઘણી બહેનોએ લાભ ઉઠાવ્યા છે અને તેનાં મીઠાં ફળ ચાખી રહ્યાં છે. લેખક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org