________________
૩૬૮]
મારી સિંધયાત્રા
પાંજરાપોળમાં પધરાવે. આ ગૌપૂજા ! એટલું જ શા માટે ? પંદર રૂપિયાની ગાયના કેઈ ૧૭ કે ૨૦ રૂપિયા આપતે હોય એમ જાણવા છતાં કે, હમણુંજ કસાઈવાડે જવાની છે, એટલા લેભની ખાતર એને જ વેચશે.
આવીજ રીતે કૃષ્ણની ગીતાના ગુણ ગાનારાઓ ગીતામાં વર્ણવેલા પગ ને કેટલે આદરે છે ? ગીતાનો કર્મવેગ પ્રત્યેક વ્યક્તિએ ખાસ સમજવાની જરૂર છે. હમણાં થોડા દિવસ પહેલાં એક જર્મન વિદ્વાન મને પૂછ્યું હતું કે ગીતાના “ભકિતયોગ, કર્મયોગ” અને “જ્ઞાન”માં ઉચો કો યોગ છે? મારી દૃષ્ટિએ “કર્મયોગ” વધારે શ્રેષ્ઠ છે. કર્મયોગથી માણસ “ધર્મગી” બની શકે છે, “જ્ઞાનયોગી' પણ બની શકે છે. આપણે કેટલા કર્મયોગી છીએ? એ અંતરાત્માને પૂછીએ તે માલુમ પડે.”
સન ૧૯૩૮ની “પ્રભુતત્ત્વ પ્રચારક મંડળ તરફથી થએલી કૃષ્ણ જયન્તીમાં પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં મેં એ બાબત તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું કે –
આજે કૃષ્ણલીલાના બહાના નીચે કૃષ્ણભકતો કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે કે એક જાતનો સાંસારિક વિષયેનો પ્રચાર કરી રહ્યા છે? બાર વર્ષ સુધીની બાલ્યાવસ્થામાં છોકરીઓની સાથે બાલક્રીડા કરનાર બાળકની ચેષ્ટાએને આજે કેટલુ વિકૃત રૂપ આપવામાં આવ્યું છે ? એ મારી દષ્ટિએ કૃષ્ણ ભગવાનની ભકિત નથી, પરંતુ વિષયવાસનાની સ્વાર્થ પરાયણતા છે. આજે કૃષ્ણનું એક પણ ચિત્ર ગોપી વિનાનું તે નજ હેાય. સામાન્ય વ્યવહારમાં પણ એક ગૃહસ્થ પિતાની સ્ત્રીની સાથે પણ મર્યાદા જાળવી શકે છે-જાળવવી જ પડે છે, જ્યારે કૃષ્ણ ભગવાનના ચિત્ર અને કૃષ્ણ ભગવાનના જીવનના બહાના નીચે ખેલાતી લીલાઓ, એ શું અયોગ્ય નથી ? બાર વર્ષ સુધીની બાલ્યાવસ્થાની બાળક્રીડાનો આવી રીતે દુરપયોગ થાય છે તે ઈચ્છવા જોગ ન જ કહેવાય. એને - આધ્યાત્મિકતાનું રૂપ આપવામાં આવતું હોય, પણ તે આધ્યાત્મિકતાનો વિચાર કરનારા સંસારમાં મનુષ્ય કેટલા ? ગમે તેવી શુદ્ધ વસ્તુ પણ જે તે
અપવિત્રતાના અર્થમાં ફેલાતી હૈોય તો તે શુદ્ધ નથી જ. કેઈપણ ધર્મ અને ચિરાગ્યથી જ આપી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org