________________
મહાપુરુષોની જયતીએ
" [ ૩૯
“આવાં જ કારણથી તે જેમ કેટલાક ભક્તિને બહાના નીચે વિષયી બને છે, તેમ કેટલાક આવા નિમિત્તોને આગળ કરી અશ્રદ્ધાળુ અને નાસ્તિક પણ બને છે. કૃષ્ણ ભગવાનના ભકતએ આ વસ્તુનો ખૂબ ગંભીરાઇથી વિચાર કરવાની જરૂર છે.” ગણેશોત્સવ
તા. ૧૧મી સપ્ટેમ્બર ૧૯૪૭ના દિવસે “સેવાકુંજ માં મરાઠાઓ તરફથી “ ગણેશોત્સવ” ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એક ટુંકે પ્રવચન કરતાં ગણેશજીનું વાહન ઉંદર , એ શું સૂચવે છે? એ વિષય ઉપર કેટલુંક કહેવામાં આવેલું. ઉંદર તમામ વસ્તુઓને કાપી ખાય છે. નાશ કરે છે, એવા ઉંદરનું વાહન બનાવીને ગણેશજી સૂચવે છે કે “સંસારના તમામ જીવોને હડપ કરનાર મૃત્યુ ઉપર તમે વિજય મેળવો, અર્થાત મૃત્યુથી તમે નિર્ભય રહે, એ મૃત્યુથી શી રીતે નિર્ભય રહી શકાય ? એ ઉપર વિવેચન કરવામાં આવ્યું હતું.
કબીર જયન્તી
એક દિવસની સાંજે “કબીર પંથ'ના આચાર્ય મહન્ત સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ મારી પાસે આવીને જણાવ્યું કે- જેઠ સુદિ પુનમના દિવસે “કબીર સાહેબની જયન્તી ઉજવવાની છે, તે પ્રસંગે મારે પ્રમુખ થવું જોઇએ.' મને આશ્ચર્ય સાથે ખૂબ ભ થયો. કબીર સાહેબની જયન્તીમાં મારા જેવો એક જનસાધુ પ્રમુખ તરીકે કેમ શોભી શકે ? વળી તેમના ગ્રન્થના ઉપલક અભ્યાસ સિવાય તેમના સંબંધી મારું જ્ઞાન કે શું? પણ શાંતપ્રકૃતિના, સાત્વિક વૃત્તિવાળા મારા આ મહત્વ મિત્રને આગ્રહ ચાલુ રહ્યો. આખરે મારે આ મિત્રનું વચન માન્ય રાખવું પડયું. ૧૯૩૮ના જુનની ૧૦–૧૧–૧૨-૧૩ એ તારીખે શ્રી કબીર
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org