________________
મારી સિંધયાત્રા
આ જયન્તી પ્રસંગે મહંત શ્રી બાલકૃષ્ણદાસજીએ રેજ વિદ્વત્તાપૂર્ણ અને ગંભીરતા સાથેનાં જે પ્રવચન કર્યા હતાં, તે ઘણું જ મહત્ત્વનાં હતાં. વડોદરાથી નિકળતા “સ્વ-સંવેદ' નામના પત્રના પાંચમા વર્ષને ૧૦ મે અંક કરાચીની આ “ કબીર જયન્તી અંક” તરીકે સચિત્ર પ્રકટ થયો છે, એમાંથી બધાં વ્યાખ્યાન વિગેરે હકીક્ત જાણવાની મળે છે.
જ રાસ્ત જયન્તી
પ્રભુતત્વ પ્રચારક મંડળ” ના આશ્રય નીચે પારસીઓના મહાન પેગમ્બર જરથોસ્ત સાહેબને જન્મોત્સવ રવિવાર તા. ૧૧. મી સપ્ટેમ્બર ૧૯૩૮ ના દિવસે ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરિ મહારાજની જયન્તી પ્રસંગે ઉભા કરાએલા મંડપમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પણ મારા જેવા જરથોસ્ત સાહેબના જીવનચરિત્રથી લગભગ અનભિજ્ઞ એવા એક અદના ભિક્ષુકને પ્રમુખ તરીકેની જવાબદારી સેંપવામાં આવી હતી. ડે. વાણિયા, પી. એચ. દસ્તુર સાહેબ, જમીયતરામ આચાર્ય, માણેકબાઈ દરોગા, એવા અનેક વકતાઓએ જરાસ્ત સાહેબના જીવન ઉપર પ્રવચને ક્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org