________________
સાર્વજનિક પ્રવૃત્તિ
[૩૫૫
તેમણે અંતિમ ઉપસંહારમાં આ કહ્યું હતું –
માનવંતા મહારાજશ્રીના બેધક ભાષણુ માટે આપણે સર્વે તેમના અત્યંત ઉપકારી છીએ. તેમણે આપણી સામે ભૂતકાળનું ચિત્ર રજુ કર્યું, તેમ વર્તમાનકાળનું ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતનું ચિત્ર રજુ કરી આપણને ઘણું રહેશે બોધ આપે છે. એવો એક નિયમ છે કે હમેશા છતાએલી પ્રજા રાજ કરતી કોમની સંસ્કૃતિ ગ્રહણ કરે છે. મુસલમાનના રાજ અમલ દરમિયાન તેમનો પહેરવેશ માટે ભાગે જોવામાં આવતું હતું. જાપાને પણ પોતાનો પેશાક બદલ્યો છે, માણસ જાતની આ નબળાઈ કહેવાય. પણ નવીનતા જવા પામે છે અને તે જુનું થાય છે, ત્યારે નકલ કરવાનો શેખ રહેતા નથી.
“મહારાજ સાહેબે કહ્યું તેમ, ઘણું શિખેલા નમનતાઈના ગુણ તજે છે, પણ તાલીમતવા અને નમનતાઈમાં ઘણું આગળ વધેલા પણ અપ-ટુ-ડેટમાં ખપનારા વધારે કમ્મર ન વાળે, પણ ડાથી જ કામ લે, તે તે યોગ્ય નથી. આજના વક્તાએ આપણી સાદાઈ અને નમનતાઈનો ઉપદેશ દીધા છે. સેક્રેટીસે કહ્યું છે તેમ, એક માણસમાં વધુ મેટાઈ આવે તેમ તેનામાં નમનતાઈના ગુણે વધુ પ્રકટ થાય છે.
“આજના વક્તાને આપણે ભલી દુઆ શું ચાહીએ ? આપણે તેમની પાસેથી દુઆ મેળવવાની ચાહના રાખીએ છીએ ! છતાં ખુદાતાલી પાસે એટલું માગીએ છીએ કે હિંદુસ્તાનમાં સાત લાખ ગામો છે; ત્યાં તેઓ પગે ચાલીને વિચારે અને નિતિ–બોધથી ગામડાની વસ્તીને ઉંચી હાલતમાં લાવવાને ફતેહમદ નીવડે. આપણે તે અમુક સ્થળે ઠરેમ છીએ. પણ આ આદર્શ પુરૂષ તે જગતના માણસ Man of World છે. તેમનું આ ઠેકાણું તે પહેલું ઠેકાણું નથી. તેઓ હિંદુ સમાજ નહિ, પણ દુનિયાના લોકો સમક્ષ પોતાને ઉપદેશ લઈ જાય અને તેમને નીતિબોધ આપવા માટે ખુદાતાલા લાંબી જીદગી બશે. તેવી દુઆ ગુજારી કિમતી બોધ આપવા માટે આપણે તેમનો આભાર માનીશું. અને આપણે એમના અસરકારક બંધ મુજબ વર્તવા કશિશ કરીશું. ને ચારિત્રને ઉચ્ચ કરીશું, તે તેમણે આટલે સમય લઈને આપણને જે બાધ આપે છે, તેનું સાર્થક થયું કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org