________________
શિક્ષણના ક્ષેત્રમાં
:
[ ૩૬૧
સ્કૂલોના ત્રીસ હજાર વિદ્યાર્થીઓના દાંત તપાસવાનું કામ સોંપ્યું છે. આ કોલેજની તા. ૩૦ મી જુલાઈ ૧૯૩૭ ના દિવસે મેં મુલાકાત લીધી હતી. ડાકટર મનસુખલાલ અને તેમના પિતાશ્રીએ કોલેજ અને ઇસ્પીતાલના બધા વિભાગો બતાવ્યા હતા. તેમનું આખું ય કુટુમ્બ સંસ્કારી, સુધારક, શિક્ષિત અને ભક્તિવાળું છે. તેમના માતા લક્ષ્મીદેવી એ તે ખરેખર લક્ષ્મીદેવીજ છે.
૩ વીરબાઈજી સ્કૂલ-કરાચીમાં પારસીઓની “વીરબાઈજી સોપારીવાલા હાઈસ્કૂલ” એ બહુ જાણીતી અને પ્રસિદ્ધ સંસ્થા છે. તા. ૪ થી ઓકટોબર ૧૯૩૭ ના દિવસે અમે આ સંસ્થાની મુલાકાત લીધી હતી. ભાઈ ટી. જી. શાહ, ખુશાલભાઇ વસ્તાચંદ અને હૈદ્રાબાદવાળાં બહેન પાર્વતી અને રૂક્ષ્મણી વિગેરે અમારી સાથે હતાં. પ્રીન્સીપાલ શ્રી પીઠાવાલા તથા ભાઈ રૂસ્તમ દસ્તુરે અમને આવકાર આપ્યો હતો અને બધા કલાસો બરાબર બતાવ્યા હતા. અહિંની વિશેષતાઓમાં, એક એવું યન્ટ રાખવામાં આવ્યું છે કે જે દ્વારા કયારે કેટલો વરસાદ આવશે તે જાણું શકાય છે. વિદ્યાર્થીઓની તબીબી તપાસનો રેકર્ડ પણ રાખવામાં આવે છે. એક વિશેષતા એ છે કે આ સ્કૂલમાં મેટ્રીક પાસ કરીને નિકળાર દરેક વિદ્યાર્થી સ્કૂલને પિતાના નામની એક એક ખુરશી ભેટ આપે છે. જે મુખ્ય હેલમાં રાખવામાં આવે છે. તે હાલમાં રખાએલી ખુરશીઓ ઉપરથી સહેજે જાણી શકાય છે કે કેટલા વિદ્યાર્થીઓ મેટ્રીક પાસ થયા. વિદ્યાથીઓને “સુતારી કામ’ ફરજીયાત શિખવવામાં આવે છે. સ્કુલની સફાઈ, શિક્ષકોને ઉત્સાહ, પ્રીન્સીપાલની લાગણી અને વિદ્યાર્થીઓની સભ્યતા એ બધું પ્રશંસનીય જવાયું.
૪. આંધળાઓની સ્કૂલ-કરાચીમાં આંધળાઓની કુલ પણ એક જોવા લાયક સંસ્થા છે. હિંદુ અને મુસલમાન-બધી પ્રેમાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org