________________
શિક્ષણના ક્ષેત્રમાં
[૩૬૩
વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સમયના પ્રમાણમાં બોધ આપવામાં આવેલો. તે ઉપરાન્ત શિક્ષણક્ષેત્રમાં કેટલીક ખાસ સભાઓમાં પણ વ્યાખ્યાનો આપવામાં આવ્યાં હતા. જેમાંનાં કેટલાંક આ છેઃ
૧. ઈજીનીયરીંગ કોલેજ–કરાચીમાં આ કેલેજ બહુ પ્રસિદ્ધ છે. કેલેજના વિદ્યાથીઓ પૈકી ગુજરાતી વિદ્યાર્થીઓ ને પોતાનું એક મંડળ સ્થાપન કર્યું છે. આ મંડળનાં આશ્રય નીચે મંડળના મંત્રી ભાઈ વ્રજલાલ મહેતાના પ્રયત્નથી કેલેજના પ્રીન્સીપાલ જુન્નરકર સાહેબના પ્રમુખપણ નીચે તા. ૩ જી ઓગસ્ટ ૧૯૩૭ ના દિવસે “વિદ્યાથીઓનું એય ” એ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓએ સુંદર રસ લીધે હતો. છેવટે પ્રીન્સીપાલ સાહેબે અંગ્રેજીમાં હાસ્યરસયુક્ત ઉપસંહાર કર્યો હતો.
૨. સેવાકુંજ-કરાચીની કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થિઓ “સેવાકુંજ'ના છાત્રાલયમાં રહે છે. તેના સુપ્રીન્ટેન્ડેન્ટ પ્રોફેસર કુમાર ઘણું વિદ્વાન અને કરાચીના પ્રસિદ્ધ કાર્યકતા છે. તેમના આગ્રહથી એક વ્યાખ્યાન ૨૮ મી ઓગસ્ટ ૧૯૩૭ ના દિવસે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે થોડેક ઉપદેશ આપ્યા પછી વિદ્યાર્થીઓને છૂટથી પ્રશ્ન પૂછવાની તક આપવામાં આવી હતી. આધુનિક કેળવણમાં આગળ વધેલા મરાઠી, પંજાબી અને ગુજરાતી વિદ્યાર્થિ ઓએ “ઈશ્વર” “આત્મા
જગત્ ” “ જીવનનું ધ્યેય’ તેમજ સામાજિક અને કેટલાક રાષ્ટ્રીય પ્રશ્નો પૂછયા હતા. આ ચર્ચા ઘણું રસપ્રદ નિવડી હતી. અને ફરી ફરી આવો પ્રસંગ મેળવવા માટે વિદ્યાર્થિઓએ પોતાની જિજ્ઞાસા જાહેર કરી હતી.
૩ બાળકોની કેન્ફરન્સ–પ્રસિદ્ધ દેશ નેતા સત્યમૂર્તિ તા. ૧૩ મી નવેમ્બર ૧૯૩૭ ના દિવસે કરાચી આવેલા. આ પ્રસંગને લાભ લઈ કેટલીક સંસ્થાઓના આશ્રય નીચે કરાચીના વિદ્યાર્થીઓની એક કેન્ફરન્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org