________________
૩૬૦ ]
મારી સિંધયાત્રા
લેવામાં આવી હતી. આ સંસ્થાના મુખ્ય કાર્યકર્તા ભાઈ મનસુખલાલ જોબનપુત્રાએ બધા વિભાગો બતાવ્યા હતા. અહિંના નીચલા વર્ગોમાં સ્વતંત્ર અભ્યાસક્રમ રખાય છે, જ્યારે આગળ જતાં સરકારી સ્કૂલના ધરણે રાખ્યો છે. હું માનું છું કે સંસ્થાને આદશ જેમાં સરકારી પરીક્ષાના મોહથી આ સંસ્થાને બચાવવી જોઈએ. તેમજ સંસ્થાનું વાતાવરણ જતાં સંસ્થાને અંગેજ છાત્રાલય હોવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ ચોવીસે કલાક સારા આદર્શ પુરુષેની દેખરેખ નીચે રહી શકે.
અહિંની એક વિશેષતા છે સામૂહિક પ્રાર્થનાની. વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને શિક્ષકે બધા સાથે મળીને જ્યારે પ્રાર્થના કરે છે, તે વખતનું દૃષ્ય અને વાતાવરણ ઘણુંજ મનહર થાય છે. વચમાં ધૂપ સુગન્ધી ફેલાવે છે અને ચારે તરફ બધાં બેસી મધુર સ્વરે પ્રાર્થના કરે છે. એ ગમે તેવાને પણ આકર્ષણ કરે છે.
- ૨ દાંતની કેલેજ–ડો કે. બી. પટેલના પુત્ર ભાઈ મનસુખલાલ પટેલ દાંતના એક અસાધારણ કુશળ ડોક્ટર છે. તેઓ D. D. s. (Univ, Penna U. & A.); F. I. C. D., DR. Med Dent. (Univ, Rostock Germany);Dental Surgeon છે. કરાચીમાં એમની કોલેજ એક સુંદરમાં સુંદર જોવા લાયક સંસ્થા છે. છેલ્લામાં છેલ્લી ઢબનાં સાધને તેમણે વસાવ્યાં છે. સાધુ-સંતો અને ગરીબની સેવાભાવે તેઓ સારવાર કરે છે. કોલેજમાં બર્મા, ઈરાન, ઇસ્ટ આફ્રિકા સુધીના વિદ્યાથઓ દાંતના ડોકટર બનવા આવે છે. કહેવાય છે કે હિંદુસ્તાનમાં દાંત સંબંધી આવી કાલે જે માત્ર ગણીગાંઠીજ છે. કેલેજની સાથે જ તેમણે પોતાની માતા લક્ષ્મીબાઈના નામની “દાંતની ઇસ્પીતાલ’ પણ રાખી છે. આ કોલેજમાં અઢી વર્ષનો કોર્સ છે, સરકારે આ કોલેજને રેકગનાઇઝ કરી છે. કરાચી મ્યુનિસીપાલીટીએ ડે. મનસુખલાલને મ્યુનિસીપાલીટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org