________________
૭૫૬]
મારી સિંધયાત્રા
૨ વાય. એમ. ઝેડ. એ-પારસી કેમની વચમાં બીજી વ્યાખ્યાન કરાચીના પ્રસિદ્ધ કાત્રક હેલમાં Young man Gorastrian association તરફથી તા. ૧૬ ઓગષ્ટ ૧૯૩૭ના દિવસે થયું હતું. વિષય હતે “સુખની ચાવી.' તેના પ્રમુખ હતા “ડેલી ગેઝેટ”ના વર્તમાન એડીટર શ્રી. તારાપરવાળા.
આ વિશાળ હોલ પારસી બાનુઓ અને પુરુષોથી ચીકાર ભરાય હતા. એમની જિજ્ઞાસાવૃત્તિ અને એમને ઉદારભાવ આ વખતે પ્રત્યક્ષ દેખાતે હતો. આ પછી આ એસેસીએશન તરફથી બીજા વ્યાખ્યાની ગોઠવણ થતી હતી; પરન્તુ છેક સાંજને સમય અને સ્થાન શહેરથી ઘણું દૂર એટલે અમારા જેવા સાધુઓને માટે અનુકુળતાના આભાવે તે યોજના તે વખતે મુલતવી રહી હતી. ( ૩ લોહાણું હાલાઈ મહાજનવાડી-દીવાળીના માંગલિક પ્રસંગે
હાલાઈ લોહાણા મહાજનની એક વિરાટ સભા તા. ૩ નવેમ્બર ૧૯૩૭. ના દિવસે થઈ હતી. આ પ્રસંગે મહાજનના આગેવાનેના નિમંત્રણને ભાન આપી “ગત વર્ષનું આત્મિક સરવૈયું” એ વિષય ઉપર ઉપદેશ આપવામાં આવેલો.
૪ લહાણ હોમ-કરાચીમાં લોહાણા કેમની બહેળી વસ્તી છે. તેઓ ધનાઢય અને ઉદાર પણ છે. ભાઈ હીરાલાલ ગણાત્રા જેવી ઉદાર અને પ્રભાવશાળી વ્યક્તિઓ તે કામમાં છે કે જેમના લીધે કેમના હિતનાં અનેક કાર્યો થયા જ કરે છે. હમણાં જ આ કોમના આગેવાનોએ એક મહેસું ફંડ કરી ગરીબ જાતિ ભાઇઓ માટે એક વિશાળ ચાલી બનાવી છે. તેની સાથે જ એક વિશાળ બેડિંગ પણ બનાવી છે. આ બંને સંસ્થાઓના મેળાવડા તા. ૨ અને ૭ મે ૧૯૩૮ ના દિવસે કરવામાં આવ્યા હતા. ભાઈ હીરાલાલ અને બીજા આગેવાની વિનતિથી આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org