________________
બે સંસ્થાઓની સ્થાપના
"[ ૩×૩
જૈન કોમ વેપારમાં આગળ વધી છે. પણ હાથે જાતે કામ કરવાનો લાભ લેતી નથી. હિંદુસ્તાનનો ઉદ્ધાર હાથના કામ (મેન્યુઅલ લેબર) થી થશે. જૈન કેમે હાથે જાત કામ કરતા મંડી જવું જોઈએ. મારી આમીલ કોમે પણ હાથે જાતે કામ કરીને લાભ ઉઠાવવો જોઈએ.
જન કેમમાંથી બેકારીની નિવૃત્તિ માટે આ સંસ્થા બોલવામાં આવી છે. આ કામ સારૂ છે. કલકત્તામાં હે પેથિક ઈન્સ્ટીટયુટ ખેલાએલી છે, પણ તે અહિંથી બહુ દૂર છે. નજીકમાં બીજે કયાંય આવી સંસ્થા નથી. તેથી પંજાબ, રાજપુતાના અને સિંધમાં આ ઇન્સ્ટીટયુટ કામ કરી શકશે.
“હું ઇચ્છું છું કે વખત જતાં આ સંસ્થા એકલા જનૌની જ નહિ, પણ આમજનતાની થવી જોઈએ ધનિક લોકોએ આ સંસ્થાને મદદ કરીને કોમેપલીટન બનાવવી જોઇએ. જે સખી ગૃહસ્થાએ આ ભલા કામ માટે સખાવત કરી છે. તે ધન્યવાદને પાત્ર છે. મુનિરાજશ્રીની પ્રેરણાથી આ કામ થયું છે તેથી આપણે મહારાજના ઘણા આભારી છીએ.”
હંમેશા બનતું આવ્યું છે તેમ પ્રારંભમાં ઘણું વિદ્યાથીઓની અરજી મળી હતી, પરંતુ શહેરી જીવનના બીજા સાધનની સાથે આવી એક વિદ્યા માટે સમય કાઢવો એ ઘણુઓને ન પરવડી શક્યું. એમ એક યા બીજા કારણે વિદ્યાર્થિઓ ઓછા આવ્યા. છતાં ૨૫-૩૦ વિદ્યાર્થિઓ બરાબર અભ્યાસ કરી રહ્યા છે. અને તેમાં ય કમનસીબે જૈન વિદ્યાર્થિઓ તે બહુજ ઓછો લાભ લઈ રહ્યા છે. સંસ્થાનું કામ અત્યારે તો નિયમિત ચાલી રહ્યું છે. પણ કેવળ બહારની જ મદદથી સંસ્થા વધુ વખત ન ટકી શકે, એનો અનુભવ અત્યારે થઈ રહ્યો છે. આશા છે કે કરાચીવાસીઓ પિતાનું કર્તવ્ય સમજી આ સંસ્થાને પગભર બનાવવા કોશિશ કરશે. આ સંસ્થાને અંગે તા. ૧૮–૧–૩૯ ના દિવસે ભાઈ જમશેદ મહેતાના હાથે “હેમ્યોપેથિક દવાખાનું પણ ખેલવામાં આવ્યું છે, કે જેને લાભ કોલેજના વિદ્યાર્થીઓ પ્રેકટીકલ જ્ઞાન મેળવવામાં પણ કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org