________________
૩૮૮]
મારી સિંધયાત્રા
જેન હુન્નરશાળા
પુરુષોને માટે આજીવિકાનું સાધન ઉત્પન્ન કરી આપવા જેમ જૈન હેપેપેથિક કોલેજની સ્થાપના કરવામાં આવી, તેવી જ રીતે બહેનોને માટે તા. ૩-૫-૩૮ના દિવસે “હાલાઈ મહાજનવાડી ” માં એક ભવ્ય મેળાવડો કરી જન સંધના આગેવાન શેઠ ખીમચંદ જે. પાનાચંદના હાથે “હુન્નરશાળાની સ્થાપના કરવામાં પણ આવી હતી. શેઠ ખીમચંદભાઈએ આ પ્રસંગે પ૧ રૂપિઆ સંસ્થાને ભેટ આપ્યા હતા.
બહેનેને કેટલોક ભાગ ગરીબાઈમાં રીબાતે દેખાય છે. થોડુંક સાધન હોય તે પણ કેટલીક બહેનેને તે પેટને એક ખૂણે તે ખાલી રહેતા હોય છે. બીજી તરફરી ઘરના કામકાજ સિવાયને બાકીને સમય કુથલીઓમાં અને ગપ્પા સપામાં નિરર્થક વ્યતીત થાય છે. ત્રીજી તરફથી બહેનને હાથમજુરીને ઉદ્યોગ હાથથી ચાલ્યો ગયો છે, એટલે એમની તંદુરસ્તીને પણ એક હેટામાં મહેટો પ્રશ્ન ઉભો થયો છે. ચોથી બાબત “ નવરે બેઠે નખ્ખોદ વાળે ” એ કહેવતને લાગુ પડતી જણાય છે. પુરુષ કે સ્ત્રી-નવરા માણસેમાં અનેક પ્રકારનાં અપલક્ષણે અને દુર્ગણે આવે છે. આ બધી બાબતોને પહોંચી વળવા માટે બહેનને માટે અત્યારના સમયમાં “હુન્નરશાળા' એ જ એક આશિર્વાદ સમાન ઉપાય છે.
આ હુન્નરશાળા “જૈન સહાયક મંડળ”ના આશરા નીચે ખેલવામાં આવી છે. સહાયક મંડળે ૧૫૦૦ રૂપિયાની રકમ મંજૂર કરીને તેનું કામ પ્રારંભ કર્યું છે. અને તે ઉપરાંત આફ્રિકાવાળા ભાઈ...........નાં ધર્મપત્ની બહેને ૩૦૦ રૂપિયા સહાયતાર્થ મોકલાવ્યા હતા. આવી રીતે આ હુનરશાળાનું કામ ચાલી રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org