________________
ગરીબેને રાહત
જેને આર્થિક કષ્ટ હોય, પછી તે ભાઈ હોય કે બહેન, તેણે પોતાની સ્થિતિનું ખ્યાન અને જરૂર એક ચિઠ્ઠીમાં લખીને પેટીમાં નાખવી. પોતાનું નામ ઠામ વિગેરે લખીને.” આઠ દિવસની મુદત આપી અને કેાઇની પણ ખાનગી હકીકત બીજાને નહિ કહેવામાં આવે, જ્યાં સુધી કે તે લખનારની સંમતિ નહિ મળે, તેની પણ ખાત્રી આપી. મારે આ અખતરે હતો. ઠીક આઠ દિવસે પેટી ખેલતાં તેમાંથી ચીઠ્ઠીઓને એક ઑટો ઢગલો મારી નજરે પડશે.
ગરીબનો બેલી
- એક વાત કહી નાખ્યું. મેં જાહેરમાં જ એ વાત કહી હતી કે “ તમે જાણો છો કે હું સાધુ છું, નિગ્રંથ છું, કંચન કામીનીઓ ત્યાગી છું, તમારી દર્દભરી અપીલના જવાબમાં હું શું કહી શકું તેમ છું? છતાં હું મારી જીભનો અને મારી કલમને ઉપયોગ બનશે તેટલો કરીશ. એટલી તે જરુર ખાત્રી આપું છું.” ખરેખર મારે મારી જીભ અને કલમને ઉપયોગ દુઃખી ભાઈઓ બહેનો માટે કરવાનો હતો અને ઉપયોગ હું કરી પણ રહ્યો હતો. હા, આત્મવિશ્વાસ પણ એક વસ્તુ છે. અને તેમાં મેં આત્મવિશ્વાસની સાથે એ દુઃખિઆઓના અંતઃકરણની શુભ ભાવનાએ જાણે બળ આપ્યું હોય એમ, હું કંઇક અંશે સફળ થતો હેઉ એવું મને લાગ્યું. આ દુઃખિઆઓની વહારે ધાવાનું પિતાની શક્તિ પ્રમાણે જે ભાઈએ વચન આપ્યું, જેણે મને હિમ્મત આપી, એ ભાઈને આ જંદગીમાં તો કયારે ય મળ્યા નહેતા. અને થોડા જ દિવસના સાધારણ પત્રવ્યવહાર સિવાય તેઓની સાથે મારે કોઈ પરિચય નહિ. કણ જાણે શાથી ગુરુદેવ તેમના હદયમાં વસ્યા? કેણ જાણે જીંદગીમાં કદિ પણ પરિચય કર્યો નહિ હોવા છતાં, શાથી મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ બેઠે ? એ હું નથી કહી શકતો. તેમણે મને લખ્યું: “ આપ લખે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org