________________
૩૩૮ ]
મારી સિંધયાત્રા
-----
-
--
-
----
--
--
--
સમાજનું શરીર સડે છે કેમ ?
બીજી તરફથી જોઈએ તે જન સમાજ દાનશર કહેવાય છે. પ્રતિવર્ષ લાખો કરોડો રૂપિઆ ખર્ચ થાય છે. પણ સમાજનું શરીર જીર્ણ-શીર્ણ થઈ રહ્યું છે. ખૂબ પૌષ્ટિક ખોરાક ખાવા છતાં શરીર સડતું જતું હોય, તો એ નક્કી છે કે એ બરાક, હાજરી હજમ કરી શકતી નથી, તેને માટેતે ખોરાક યોગ્ય નથી. સમાજમાં લાખો કરોડ ખર્ચવા છતાં જો સમાજનું શરીર જીણું શીર્ણ થાય છે, તો એ નક્કી છે કે એ ખર્ચ સમાજોપયોગી તો નથી. કારણ કે એના શરીરને ફાયદો નથી થતો. અને એ તો પહેલાં જ કહેવામાં આવ્યું છે કે-સમાજ વિના ધર્મ નથી. ધર્મને આધાર સમાજ ઉપર છે. જે સમાજ સંખ્યામાં, ધનમાં, ઇજજતમાં, જ્ઞાનમાં જેટલો વધારે મજબૂત, તેટલો જ તેને ધર્મ પણ મજબૂત. માટે અત્યારે તે સમાજનું શરીર સંગઠિત રાખવા માટે, સમાજની ગરીબાઈ અને અજ્ઞાનતા, દૂર કરવાની જરુર છે.
એક યોજના
તે તા. ૨૪-૭-૩૭ નો દિવસ હતો. વ્યાખ્યાનને લાભ હજાર માણસો લઈ રહ્યા હતા. આટલી સ્થિતિ દરમિયાનમાં કરાચી જેવા શહેરમાં પણ જેનેની આંતરસ્થિતિ શી છે? એ જાણી લીધેલી હોવાથી આજના વ્યાખ્યાનમાં જૈનેની ગરીબાઈને સુર ઉપદેશમાં નીકળે. ઉપદેશ આપવા સિવાય અમારા જેવા સાધુ બીજું શું કરી શકે ? છતાં મને લાગ્યું કે જૈનોની સ્થિતિને જે કંઈ અભ્યાસ કર્યો છે, તેની પાકી ખાત્રી કરવા માટે કંઈક પ્રયત્ન કરવો. સંઘના સેક્રેટરીને સૂચના કરી. એક સીલબંધ, ઉપરથી છિદ્રવાળી પેટી મંદિરના દરવાજે મૂકવામાં આવી. જનજનતાને, પછી તે સ્થાનકવાસી હોય કે મંદિરમાગ–સૌને સૂચના કરી કે “ જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org