________________
૩૨૦]
મારી સિંધયાત્રા
મેં આ શું કર્યું?” એની આ દુઃખી હાલતમાં પેલો દિક્ષા છોડાવીને ભગાડનારે માણસ એને સહાયક નહિ થાય. જે લેકે સંસારમાં રહેવામાં અને સંસારમાં રાખવામાં ફળ સમજતા હોય, તેઓ કોઇને દીક્ષા છોડાવીને જે તેના ભરણ પષણનો સવાલ પિતાના હાથમાં લઈ લેતા હોય, એની સેવા કરવા તૈયાર થતા હોય, તો આપણે એમ પણું માનીએ કે તેઓ ખરેખર દયાળુ છે. પરંતુ એક ઉંચા આશ્રમમાંથી નીચે પાડીને એને દુ:ખી હાલતમાં રઝળતા મુક, એના જેવું ભયંકર પાતક બીજું કયું હોઈ શકે? હું તે આવા આત્માઓ માટે કેવળ ભાવદયાજ ચિંતવું છું. મને આવા કિસ્સામાંથી એક રતી માત્ર પણ હર્ષશેક નથી થતો. અને આજે પણ નથી થયો. અમારું કામ કોઈપણ માણસને દીક્ષા આપતાં તેની ઉમર અને તેના વાલીઓની મંજૂરી અને સંધની અનુમતિ લેવી એ છે. એમ કરીને દીક્ષા આપીએ. પાછળથી કોઈ અશુભ કર્મના વેગે ચાલ્યા જાય. તે તેમાં અમને કંઇ લાગતું વળગતું નથી. સાધુપણામાં રહીને જે કંઈ પાપી જીવન ગાળે, તેના કરતાં તે ગૃહસ્થ થાય એ વધારે ઈચ્છવા યોગ્ય છે, એમ હું માનું છું. ”
આટલું થયા પછી પણ, પાછળથી એ બિચારા દયાપાત્ર જીવન નિમિત્તે જે કંઇ કેલાહલ થયો, અને મારા મિત્રો, ભક્તો, સંધ અને બીજા ઘણુઓને સંડોવાવું પડયું, એ ખરેખર દુઃખકર્તા છે, પણ આશ્ચર્ય કારક તો નથી જ, કારણ કે સંસારમાં શું નથી બનતું ? દુરાગ્રહમાં પડયા પછી કેટલી હદે પહોંચી જવાય છે? કેટલાઓને દુઃખકર્તા થવાય છે ? એનું આ ઉદાહરણ છે. આપણે એજ ચાહિએ કે સિાનું કલ્યાણ થાઓ.
- સાંભળવા પ્રમાણે અમુક ભાઇના બહેકાવવામાં આવીને દીક્ષા છેડી જનાર, તેજ રણજીતસિંહે પાછી બીજા કોઈ સાધુ પાસે દીક્ષા લીધી છે. ને કેટલાયે સ્થળે એક યા બીજા સ્વરૂપે રખડવ્યો છે. ગમે તેમ પણ તે બિચારે પોતાના આત્માનું કલ્યાણ કરે, એ જ આપણે ઇચ્છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org